DAHOD

ઝાલોદ તાલુકાના વરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ

તા.22.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ઝાલોદ તાલુકાના વરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ

પ્રધાનમંત્રીના ટીબી મુકત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત આજ રોજ દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જીલ્લા પંચાયત દાહોદ આરોગ્ય શાખાના ડીસ્ટ્રિક્ટ સેનેટરી ઇસ્પેક્ટર ટી.એસ.અમલિયાર દ્વારા નિક્ષય મિત્ર બની બે ટીબીના દર્દીઓને દત્તક લઈને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તથા આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યો હતો. પ્રધાનમંત્રીના ટીબી મુકત ભારત ૨૦૨૫ અભિયાનને સફળ બનાવવા દરેક વ્યક્તિ જોડાય અને ટીબીના દર્દીઓ ને મદદ રૂપ થાય

[wptube id="1252022"]
Back to top button