
તા.23.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદની કાળીતળાઇ આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા ડીડીઓ
આંગણવાડી કાર્યકર-તેડાગરને કામગીરીમાં બેદરકારી બદલ નોટીશ સહિતના કડક પગલા લેવાયા
દાહોદ જિલ્લાની આંગણવાડીઓમાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની વિવિધ યોજનાઓનું યોગ્ય અમલીકરણ બાબતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ આઇસીડીએસ પ્રોગામ ઓફિસરશ્રી દ્વારા રૂબરૂ મુલાકાતો લેવામાં આવી રહી છે અને પોષણકર્મીઓ દ્વારા કોઇ પણ પ્રકારની બેદરકારી સામે કડક પગલા લેવાઇ રહ્યાં છે. જે અંતર્ગત ગત તા. ૨૦ ના રોજ દાહોદ તાલુકાના દાહોદ ઘટક-૪ ની કાળીતળાઇ આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત જિલ્લા વિકાસ અઘિકારી નેહા કુમારીએ લીધી હતી.
આ આકસ્મિક મુલાકાતમાં આંગણવાડી કાર્યકર/તેડાગર હાજર હતા. કાળીતળાઇ આંગણવાડી કેન્દ્રનું સ્માર્ટ આંગણવાડી હોવા છતા ટીએચઆર તેમજ ફોર્ટીફાઈડ લોટ, ચોખા, તેલ જેવા ખાદ્ય સામગ્રીનો જથ્થો આંગણવાડી કાર્યકરના ઘરે રાખવામાં આવ્યા હતા તથા આંગણવાડીના બાળકોને આપવામાં આવતો ગરમ નાસ્તો આંગણવાડી કાર્યકરના ઘરે બનાવવામાં આવ્યો હતો. આંગણવાડીમાં ૪૦ બાળકોની રજિસ્ટર સંખ્યાની સામે ૧પ બાળકો હાજર જોવા મળ્યા હતા. દૂઘ સંજીવની યોજના હેઠળ આપવામાં આવતું દુઘ કાર્યકરના ઘરે રાખવામાં આવ્યું હતું અને બાળકોને અપાયું ન હતું.
જેની ડીડીઓશ્રીએ ગંભીર નોંધ લીધી હતી અને આંગણવાડી વર્કર-તેડાગરને તાકીદ આપવામાં આવી કે નબળી કામગીરી તેમજ ફરજ પ્રત્યેની નિષ્કાળજી દાખવવા બદલ સરકારશ્રીના ઠરાવ મુજબ આંગણવાડી કાર્યકર/તેડાગરના કાર્યો અને ફરજોમાં જણાવ્યા મુજબ આંગણવાડી કેન્દ્ર નિર્ઘારીત સમય મુજબ ખુલ્લુ રાખવા તથા બાળકોની આરોગ્ય અને પોષણની સેવાઓ પુરી પાડવી, તેમજ પોષણસુધા, મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના, પૂર્ણા જેવી તમામ સરકારની
યોજનાનો લાભ સગર્ભા, ધાત્રી, કિશોરી તેમજ બાળકોને આપવામાં આવતા લાભથી વંચિત ના રહે તેમજ પુરક પોષણનો લાભ મળી રહે તે માટે આંગણવાડી કાર્યકર/તેડાગરને ફરજ પ્રત્યેની કામગીરી કરવામાં બેદરકારી કે નિષ્કાળજી દાખવવા બદલ માનદ સેવા સમાપ્ત કેમ ના કરવી જેનો ખુલાસો દિન-૭ મા રજુ કરવા માટે જણાવાયું હતું. જો ખુલાસો રજુ કરવામાં વિલંબ થશે તો આંગણવાડી કાર્યકર/તેડાગરની માનદસેવા સમાપ્ત કરવામાં આવશે.
તદ્દઉપરાંત મુખ્ય સેવિકાને પણ તેમની ફરજ પ્રત્યેની સુપરવિઝનમાં બેદરકારી બદલ નોટીશ આપીને ખુલાસો રજુ કરવા માટે જણાવાયું છે. જો ખુલાસો રજુ ના કરવામાં આવેતો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે તથા સીડીપીઓને પણ બેદરકારી બદલ નોટીશ આપી ને ખુલાસો રજુ કરવા માટે જણાવેલ છે. તેમજ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઇ દિન-૭ માં જિલ્લા કક્ષાએ રૂબરૂ તમામ સાધનિક આધાર પુરાવા સાથે હાજર રહેવા માટે જણાવાયુ છે. તેમજ આઇસીડીએસના જિલ્લા પ્રોગામ ઓફિસરએ જણાવ્યું છે








