DAHOD

દાહોદ.વડોદરા.અને ખેડા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મળી કુલ ત્રણ ગુન્હાઓમાં નાસ્તા ફરતા આંતર જિલ્લા આરોપીને ઈ.ગુજકોપ પોકેટની મદદથી પકડી દાહોદ રૂલર પોલીસે જેલ ભેગો કર્યો

તા.૦૨.૦૭.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ.વડોદરા.અને ખેડા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મળી કુલ ત્રણ ગુન્હાઓમાં નાસ્તા ફરતા આંતર જિલ્લા આરોપીને ઈ.ગુજકોપ પોકેટની મદદથી પકડી દાહોદ રૂલર પોલીસે જેલ ભેગો કર્યો

દાહોદ રૂલર પોલીસ સ્ટેશન વિસ્તારના ખરોદા ગામની ખરોદા ચોકડી પર વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન એક ઈસમ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની પૂછપરછ કરતા પોતાનું નામ સુભાષભાઈ હીરાભાઈ નિનામા રહેવાસી ખરોદા ગામના બારમ ફળિયાનુ જણાવી ગલ્લા તલ્લા કરતો હોય જેથી એ ઈસમનુ નામ ઈ ગુજકોપ પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરતા તે ઈસમ વડોદરા સમા પોલીસ સ્ટેશનમાં પ્રોહીના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ હોવાનું જણાઈ આવ્યું હતું તે ઈસમ વિશે વધુ તપાસ કરતા દાહોદ એ ડિવિઝન તથા કઠલાલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હાઓમાં નાસતો ફરતો હોવાનુ જણાઈ આવ્યું હતું તેને દાહોદ રૂલર પોલીસ મથકે લાવી એ ઈસમ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે

[wptube id="1252022"]
Back to top button