દાહોદ એલ.સી.બી. પોલીસે લુંટના ગુનાના, મોટરસાઈકલ ચોરીના ગુનાના અને પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ મળી કુલ ૦૪ આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળે છે.

તા.૧૦.૦૫.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ એલ.સી.બી. પોલીસે લુંટના ગુનાના, મોટરસાઈકલ ચોરીના ગુનાના અને પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ મળી કુલ ૦૪ આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળે છે.
ગત તા.૩૧.૦૮.૨૦૨૨ના રોજ રાત્રીના બારેક વાગ્યાના આસપાસ રોઝમ ગામે અમદાવાદ-ઈન્દૌર હાઈવે રોડ ઉપર પસાર થતાં એક ફોર વ્હીલર ગાડીના ચાલકની ગાડીનું ટાયર પંચર થતાં ગાડીમાંથી નીચે ઉતરેલ ચાર જેટલા અજાણ્યા લુંટારૂઓએ ગાડીના ચાલકને માર મારી સોનાની ચેઈન, સોનાની વીટી, મહિલાનું મંગળસુત્ર, સોનાની બુટ્ટી મળી કુલ રૂા. ૧,૬૭,૦૦૦ની લુંટ કરી લુંટારૂઓ નાસી ગયાં હતાં. આ સંબંધે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. આ કેસ સંબંધે દાહોદ એલ.સી.બી. પોલીસે લીલુભાઈ ઉર્ફે લીલેશ દલજીભાઈ જાેખનાભાઈ માવી (રહે. ખરીયા, નાકા ફળિયા, તા. લીમખેડા, જિ.દાહોદ) અને હસનભાઈ ઉર્ફે હસનો નારસીંગભાઈ વહોનીયા (રહે. માતવા, મખોડીયા ફળિયા, તા. ગરબાડા, જિ.દાહોદ) નાની પોલીસે અટકાયત કરી હતી.
ગત તા.૦૯.૧૦.૨૦૨૨ના રોજ કંબાઈ ગામે હાઈવે રોડ ઉપર રાત્રીના અગીયારેક વાગ્યાના સમયે અજાણ્યા ત્રણથી ચાર ઈસમોએ એક દંપતિ પાસેથી સોનાની બુટ્ટી, સોનાની અને પર્સ વિગેરે મળી કુલ રૂા. ૨૮,૩૦૦ની મત્તાની લુંટી કરી હતી. આ કેસમાં પણ ઉપરોક્ત બંન્ને ઈસમોની પોલીસે અટકાયત કરી હતી ત્યારે છેલ્લા પાંસ વર્ષથી પ્રોહીબીશનના બે ગુન્હાઓમાં કતવારા પોલીસ સ્ટેશનમાં નાસતા ફરતાં ગાજુભાઈ કાળીયાભાઈ વહોનીયા (રહે. વિસલપુર, તા. મેઘનગર, જિ.ઝાબુઆ (મધ્યપ્રદેશ) નાની અટકાયત કરી હતી જ્યારે બીજી તરફ લીમખેડા અને રણધીકપુર પોલીસ મથકે મોટરસાઈકલ ચોરીમાં મનિષભાઈ રમેશભાઈ સંગાડા (રહે. વડા પીપળા, સંગાડા ફળિયા, તા. સીંગવડ, જિ.દાહોદ) અને આર્મ એક્ટમાં પંચમહાલના મોરવા પોલસી મથકે નોંધાયેલ ગુનામાં પારસીંગભાઈ ખાતરાભાઈ ઉર્ફે ગેંગજીભાઈ ડામોર (રહે. કુંડલા, ઉમરીયા ફળિયા, તા. ફતેપુરા, જિ.દાહોદ) ને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતાં








