GUJARATSAYLA

Sayla:સીતાગઢ પ્રાથમિક શાળામાં શિક્ષિકા બહેન નો વિદાય સમારોહ યોજાયો.

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સીતાગઢ ગામે અમુક કારણોસર બદલી થતાં ગ્રામજનોમાં શોક ની લાગણી ફેલાઈ હતી.સરકારી શાળાના શિક્ષકો શુ ન કરી શકે,ધારે તો શાળાની જ નહીં પરંતુ આખા ગામ ની કાયાપલટ કરી શકે છે. જેવી રીતે સાયલા તાલુકાના માં સીતાગઢ પ્રાથમિક શાળામાં નીકિતાબેન પટેલ જેઓ 17 વર્ષ શિક્ષક તરીકે થી ફરજ બજાવતા હતાં.તેમને અમુક કારણોસર બદલી ની માંગ કરી હતી.તેમજ અચાનક બદલી નો ઓર્ડર આવતા નીકિતાબેન નો વિદાય સમારોહ યોજાયો હતો.આ વિદાય સમારોહ માં 17 વર્ષથી નોકરીમાં એવી કામગીરી બજાવી કે  તમામ વિધાર્થીઓ,વાલીઓ તેમજ શાળાનો સ્ટાફ ચોધાર આંસુ એ રડી પડ્યા.જે સાચા અર્થમાં સફળ શિક્ષિકા નીકિતા બહેન ની તમામ ઘટનાઓ પ્રેમ રૂપે બે મિનિટ ના વિડિયો માં જોવા મળે છે. ત્યાર બાદ તમામ વિધાર્થીઓ, વાલીઓ ને મોં મીઠાં કરાવી હસ્તે મુખે વિદાય લીધી હતી.આ વિદાય સમારોહમાં શાળાના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

અહેવાલ,જેસીંગભાઇ સારોલા.. સાયલા

 

[wptube id="1252022"]
Back to top button