DAHOD

ફતેપુરા APMC માં ભાજપનો ભગવો લહેરાયો

વાત્સલ્યમ્ સમાચાર-ફતેપુરા

રિપોર્ટર- જુનેદ પટેલ

ફતેપુરા એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, ચૂંટણી થયાના સવા વર્ષ બાદ ચેરમેનની અને વાઇસ ચેરમેનની વરણી માટે ચૂંટણી યોજાઈ હતી,ભાજપ દ્વારા ચેરમેન તરીકે પ્રફુલ ડામોર અને વાઇસ ચેરમેન તરીકે નાથુ ડીંડોર ને મેન્ડેટ આપવામાં આવ્યું હતું,ફતેપુરા એપીએમસીના ચેરમેન તરીકે પ્રફુલ ડામોરે ઉમેદવારી નોંધાવી અને વાઇસ ચેરમેન તરીકે નાથુ ડીંડોરે ઉમેદવારી નોંધાવી હતી, ચેરમેન તરીકે ફક્ત એક જ ઉમેદવારી પત્ર અને વાઇફ ચેરમેન તરીકે ફક્ત એક જ ઉમેદવારી પત્ર રજૂ થતા ચેરમેન તરીકે પ્રફુલ ડામોર અને વાઇસ ચેરમેન તરીકે નાથુ ડિંડોર બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button