DAHODGARBADA

દાહોદના ભીલ સમાજની અનોખી પરંપરાઃવર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થીનું આમલી અગિયારસે વિસર્જન કરાયું

:રામડુંગરાના ભીમકુંડ ખાતે પરંપરા મુજબ કરાયુ અસ્થી વિસર્જન.

ગરબાડા તાલુકાના કેટલાક ગામોમાં આ દિવસોમાં કાચરાની વિધિ કરવાની પણ માન્યતા

જેમાં ગામના લોકો સમૂહમાં મુંડન તેમજ બુંદીનુ વિતરણ કરવામાં આવે છે.

આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા ભીલ સમાજના લોકોમાં હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ અગિયારસ એટલે કે આમલી આગિયારસનું ખૂબ જ અનેરું મહત્વ હોય છે.

આદિવાસી ભીલ સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની અસ્થી (ફૂલો)ને આ સમાજમાં બારમા તેરમા દિવસે વિસર્જન કરવાના બદલે આ ફૂલો ખેતરમાં ઘરના આંગણામાં અથવા ઝાડની નીચે ખાડો ખોદી માટીની કૂંડીમાં સ્ત્રીની અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષની અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી યાદ રહે તેવી રીતે તેને દાંટી દેવામાં આવે છે.

તથા હોળી પૂર્વે અમુક લોકો નોમની સાંજના જ્યારે મોટા ભાગના લોકો દશમની સાંજના પોતાના સગાવાલા કુટુંબીજનોને તેડીને આ અસ્થિ ઓ બહાર કાઢે છે.અને તમામ લોકો ઘરની બહાર બેસી દૂધ પાણી તથા હળધર વડે આ અસ્થીઓને ધોઈ તેની પૂંજા કરે છે.અને પૂંજા વિધિ કર્યા બાદ ફરીથી આ અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવી દે છે.

રામ ડુંગરા ખાતે આવેલા ભીમકુંડમાં સ્વજનોની અસ્થિ વિસર્જન કરવાની પરંપરા:પાંડવો આવ્યા હોવાની વાયકા:દેવોનો વાસ હોવાથી સ્વજનોને મોક્ષ મળવાની માન્યતા

હોળીની પ્રથમ અગિયારસ એટલે કે આમલી અગિયાસના વહેલી સવારે જે તે મૃતકના સ્વજન અસ્થીનું વિસર્જન રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં કરાય છે.

જો કે અહીંના ભીલ સમાજના લોકોની એવી એવી પણ માન્યતા છે.કે આ જગ્યાએ પાંડવો આવ્યા હતા.અને આ જગ્યાએ પાંચકુંડ આવેલા છે.જેથી આ જગ્યા એ દેવોનો પણ વાસ છે.જેથી અહીં અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ મળે છે.અસ્થિ પધરાવવા માટે રામડુંગરા ભીમકુંડ ખાતે વહેલી સવારથી જ ભીલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઢોલ નગારા વગાડીને તેમની પરંપરા પ્રમાણે પોતાના સ્વજનોના અસ્થિઓ આ ભીમકુંડમાં વિસર્જિત કરતા હોય છે.

અસ્થિ પધરાવવા માટે ભીમકુંડ ખાતે લોકોની ભારે ભીડ જામે છે.

ભીલ સમાજમાં આખા વર્ષ દરમિયાન મૃત્યુ પામનારા લોકોના ફૂલો (અસ્થિ) માટીની ફૂલડીમાં ભરી ઘરની આજુબાજુ ઝાડ નીચે યાદ રહે તે પ્રમાણે દાંટી દેવામાં આવે છે.અને નોમ ટકે તથા દશમની સાંજે ફૂલો કાઢી પૂજાવિધિ બાદ રાત્રીના આ ફૂલો આંગણામાં બાંધી લટકાવી દે છે.અને વહેલી સવારના ભીમકુંડ વાજતે ગાજતે આ ફૂલો વાળવવામાં આવે છે.

ગરબાડા તાલુકાના કેટલાક ગામોમાં કાચરાની વિધિ કરવાની પણ માન્યતા:સામુહિક મુંડન કરાવી બુંદીનું વિતરણ કરે છે

[wptube id="1252022"]
Back to top button