સંજેલી તાલુકામાં આવેલ નાળ ફળિયા વર્ગ પીછોડા પ્રાથમિક શાળામાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

તા.12.02.023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
સંજેલી તાલુકામાં આવેલ નાળ ફળિયા વર્ગ પીછોડા પ્રાથમિક શાળામાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
સંજેલી તાલુકામાં આવેલ નાળ ફળિયા વર્ગ પીછોડા પ્રાથમિક શાળામાં તારીખ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૩ શનિવારના રોજ એસ.એમ.સી.અને વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ..એમ.સી.સમિતિના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહયા હતા.જેમાં શાળાના આ.શિ. બારીઆ મોહનભાઇ અને તડવી મોહનભાઈએ નિપુણ ભારત અંતર્ગત ચાલતા કાર્યક્રમો અંગે માહિતી આપી હતી.બાળકો વાંચન,ગણન અને લેખનમાં નિપુણતા મેળવેએ માટે વાલીઓને પોતાના બાળકો પ્રત્યેની ફરજો અદા કરવા અને શાળામાં બાળકો નિયમિત હાજરી આપે એ માટે સહકાર આપવા માર્ગદર્શન આપ્યું હતું અને વાલી મિત્રો સાથે વિચાર વિમર્શ રસ સભર ચર્ચા કરવામાં આવી હતી.સાથે સાથે શાળામાં થતા અન્ય કાર્યક્રમો અંગેની માહિતી આપી હતી.PSE ,NMMS , નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, એકલવ્ય મોડેલ સ્કૂલ પરીક્ષા, સૈનિક સ્કૂલ પરીક્ષા અને ચિત્રકામ જેવી અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સહકાર આપવા માટે શાળાના આચાર્ય જગદીશભાઈ કે. કામોળ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને વધારેમાં વધારે બાળકો સામેલ થાય એ માટે વાલીઓ જોડે સહકાર મળે એ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી અને આશા વ્યક્ત કરવામાં આવી હત.








