BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર માહિતી કચેરીના શ્રી ગુલાબસિંહ રાજપુતને ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે બઢતી મળી 

5 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર માહિતી કચેરીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા શ્રી ગુલાબસિંહ રાજપુતને ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે બઢતી મળતાં જિલ્લા માહિતી કચેરી પાલનપુર સહિત મીડિયાના મિત્રોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.શ્રી ગુલાબસિંહ રાજપૂત ૫ જૂન ૧૯૯૫ માં માહિતી ખાતામાં ગોધરા ખાતે મિકેનિક તરીકે જોડાયા હતા. ત્યારબાદ પાટણ ખાતે પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ઉત્કર્ષ કામગીરી કરી સુપરવાઈઝર તરીકે બઢતી મેળવી પાલનપુર ખાતે હાજર થયા હતા.પાલનપુર ખાતે તેઓશ્રીને સુપરવાઈઝર માંથી ટેક્નિકલ આસિસ્ટન્ટ ની જગ્યા પર પાલનપુર કચેરીમાં જ બઢતી મળતાં તેમના સહકર્મચારીઓ અને મીડિયાના મિત્રોમાં આનંદની લાગણી પ્રસરતાં તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button