દાહોદ રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ.૦૨ પર સુતેલા એક ભીક્ષુકના ખીસ્સા માંથી રૂપિયા કાઢી ભાગવા જતાં દાહોદ રેલ્વે GRP પોલીસે ઉત્તર પ્રદેશના ચોર ઈસમને ઝડપી પાડયો

તા.૦૭.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ.૦૨ પર સુતેલા એક ભીક્ષુકના ખીસ્સા માંથી રૂપિયા કાઢી ભાગવા જતાં દાહોદ રેલ્વે GRP પોલીસે ઉત્તર પ્રદેશના ચોર ઈસમને ઝડપી પાડયો

દાહોદ રેલ્વે સ્ટેશન ઉપર દાહોદ GRP પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા તેં દરમિયાન એક ઈસમ એક યુવકની પાછળ ચોર ચોર બૂમો પાડતા દોડી આવતા GRP પોલીસના માણસોએ જોતા તેં આગળ ભાગતા ઈસમને કોર્ડન કરી એ યુવકને ઝડપી પાડી પોલીસ મથકે લાવી તેં ચોર ચોર બૂમો પાડી આવતા ઈસમથી પૂછતાજ કરતા જણાવ્યુ કે હું પ્લેટ ફોર્મ નંબર એક ના છાપરાની નીચે મીઠી નીંદર માળી રહ્યો હતો તેં વખતે મારાં પહરેલ ઝબ્બામાં
મુકેલા 1580 જેટલાં રૂપિયા કાઢી લઈ નાશી ગયો હતો ત્યારે ઉઘમાંથી જાગતા મારાં નજીક બેઠેલી એક મહિલાએ મને કીધું કે તમારી પાસે બેઠેલા યૂવકે તમે પહેરેલ ઝબ્બાના ખિસ્સામાં હાથ નાખી તમારાં રૂપિયા લઈ ગયો છે અને રેલ્વે સ્ટેશનની બહાર જતો રહ્યો છે ત્યારે એ યુવકને આસપાસ શોધવાની કોશિશ કરી હતી પણ એ યુવક મળી ન આવ્યો હતો ત્યાર પછી હું રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ ઉપર હતો ત્યારે એ યુવકને મે જોતા ચોર ચોર બૂમો પાડી એનો પીછો કરતા એ ભાગવાં લાગતા પ્લેટ ફોર્મ.૦૨ પર હાજર GRP પોલીસના માણસોએ એ ચોર ઈસમને ઝડપી પાડીને એ ઈસમથી એનો નામ થામ પૂછતા એ રહેવાસી એનો નામ નીતિન સલેખચંદ પાલ રહેવાસી ઉત્તર પ્રદેશ શામલી જલાલપુર ગામ નો જણાવી એ ઈસમ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી દાહોદ રેલ્વે રાજકીય પોલીસ દ્વારા કરવામાં આવી








