
તા.૨૧.૦૪.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ ના ગોધરા રોડ જનતા કોલોની પાસે બોલેરો પીકપ ગાડીના કેબીન માંથી પૈસા ભરેલી બેગની ઉઠાતરી 
દાહોદના ગોધરારોડ પર ઉભેલી બોલેરો પીકપ ફોર વ્હીલ ગાડીના કેબીમાં મુકેલી રૂ.૬૦.૦૦૦ હજાર ઉપરાંત રૂપિયા ભરેલી કાળા કલરની બેગની ઉઠાતરી થયાનું જાણવા મળ્યું છે
આજ તારીખ 21.4.2023 શુક્રવારના રોજ ભર બપોરે કોઈ અજાણ્યો ચોર ઈસમે બોલેરો પીકપ ગાડીના કેબીનમાં મુકેલી રૂપિયા ભરેલી કાળા કલરની બેગ ઉઠાતરી કરી અજાણ્યો ઈસમ ફરાર થયાનું જાણવા મળેલં છે દાહોદના ગોઘરાં રોડ પર સ્થિત જનતા કોલોની પાસે વાઘ બકરી ચા ના વેપારીઓને એમની દુકાનો પર જઈ સેલ કરતી બોલેરો પીકપ ફોર વ્હીલ ગાડી જેનો નંબર GJ 20 X 3051 જે વેપારી પાસે જઈ ચાનું સેલિંગ કરવા ફોર વ્હીલ ગાડી રોડ પર ઉભી રાખી દુકાન પર સેલ્સ મેન અને ફોર વ્હીલ ચાલક વેપારી પાસે ગયા હતા વેપારી પાસે જઈ પરત પીકપ ફોર વ્હીલ બોલેરો ગાડી પાસે આવતા ગાડીના કેબીનમાં રૂપિયા ભરેલો બેગ જોવા ન મળતા ચાલક અને સેલ્સ મેન હક્કા બક્કા થયા હતા સેલ્સ મેન અને ચાલકથી વાતચીત કરતા બેગ ચોરાયા હોવાનું જાણવા મળેલં હતું બેગમાં રોકડ રકમ રૂ ૬૦.૦૦૦ ની આસપાસ બતાવવામાં આવ્યા હતા સાથે બેગમાં એક મોબાઇલં ફોન અને એક પ્રિન્ટર હોવાનું જણાવવામાં આવ્યું હતું ફોર વ્હીલ ગાડીમાં બેગ ન હોવાની જાણ એજન્સીના માલિકને કરવામાં આવી હતી હાલ ફોર વ્હીલ ગાડીમાં રૂપિયા ભરેલી બેગ ચોરાવાની જાણ પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે








