DAHOD

દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાંથી ૭૫ વર્ષના અજાણ્યા વૃદ્ધ મહિલાને અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ મદતે

તા.૧૭.૦૬.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાંથી ૭૫ વર્ષના અજાણ્યા વૃદ્ધ મહિલાને અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા તા.૧૩/૦૬/૨૩ ના રોજ ‘સખી’ વન સ્ટોપ સેન્ટર-દાહોદ ખાતે તાત્કાલિક આશ્રય આપવામાં આવ્યો હતો. તે વૃદ્ધ મહિલાના પરિવાર અને રહેઠાણ વિશે કોઈ માહિતી પ્રાપ્ત ન થતા તે વૃદ્ધ મહિલાને લાંબા ગાળાના આશ્રય માટે ‘સખી’ વન સ્ટોપ સેન્ટર દાહોદની ટીમ અને એલ્ડર લાઈન-૧૪૫૬૭ ના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ ‘સેવાશ્રમ’ વૃદ્ધાશ્રમ-કાંકણપુર ખાતે તા.૧૭/૦૬/૨૩ ના રોજ આશ્રય આપવામાં આવેલ છે

[wptube id="1252022"]
Back to top button