
૯ – નવેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
અલ્પેશભાઈ જાની ને ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગમાં રાજ્યના સહ સંગઠન મંત્રીની વધારાની જવાબદારી સોંપાઈ છે.
ભુજ કચ્છ :- અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિકના અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ને ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગમાં રાજ્યના સહ સંગઠન મંત્રીની વધારાની જવાબદારી સોંપાઈ છે. તેઓ હવે કચ્છ ના શિક્ષણ તેમજ શિક્ષકોના પ્રશ્નોને વાચા આપવા ઉપરાંત રાજ્યમાં સંગઠનની વિશેષ જવાબદારીનુ પણ વહન કરશે. કચ્છ માંથી અલ્પેશભાઈ જાની ની રાજ્ય હોદ્દેદાર તરીકે વરણી થતા કચ્છના શિક્ષકો અને શિક્ષણ જગત હર્ષની લાગણી અનુભવે છે.

[wptube id="1252022"]







