DAHOD
ફતેપુરા તાલુકાના આશ્પુર ગામે ડો. એલ.એમ. ચંદાણા પરિવાર દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક અને સ્કેપનું વિતરણ


વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
તા.૨૩/૦૬/૨૦૨૩ ના રોજ ફતેપુરા તાલુકા ના આશપુર મુકામે આશપુર પ્રાથમિક શાળામાં ડૉ.એલ.એમ. ચંદાણા પરિવાર. તેમજ સંસ્થા દ્વારા પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા ૧ થી ૫ ના બાળકોને નોટબુક અને ૬ થી ૮ ના બાળકોને ફૂલ સ્કેપ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે ડૉ. ચંદાણા દ્વારા ગામ ના બાળકો સારો અભ્યાસ કરી આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી. તેમજ ગામના યુવા આકાશ ચંદાણા દ્વારા ગામના યુવાનો તેમજ શિક્ષકમિત્રો સાથે મળી દરેક વિદ્યાર્થી સારો અભ્યાસ કરે તેવી વિનંતી કરી હતી. આશપુર પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી મહેશભાઈ પ્રજાપતિ દ્વારા ડૉ.ચંદાણાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
[wptube id="1252022"]








