

વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
ફતેપુરા તાલુકામાં આજરોજ વિવિધ વિસ્તારોમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. અલગ અલગ વિસ્તારમાં ગણપતિ ની સ્થાપના કરી દસ દિવસ સુધી પૂજા અર્ચના કરી આજરોજ અલગ-અલગ વિસ્તારોમાંથી ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ડી.જે. ના તાલ સાથે ફતેપુરા નગરમાં શોભાયાત્રા કાઢી બાપા મોરિયા ના નારા સાથે ફતેપુરા નગર ગુંજી ઉઠ્યું હતું. વિવિધ મંડળો દ્વારા ફતેપુરા નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને સાંતીપૂર્ણ વાતાવરણમાં ગણેશશોત્સવ અને ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઈ. જે.બી. તડવી દ્વારા ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.
[wptube id="1252022"]








