
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
રાજ્યના ખેડુતોને ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે 4 હજારથી વધુ પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ટનુ વિતરણ કર્યુ છે. સાથે જ 28 હજાર થી વધુ ખેડુતોને ટ્રેક્ટર ખરીદી માટે રૂપિયા 125 કરોડ થી વધુની સહાયતા કરી છે.
ડાંગ જિલ્લામા ટ્રેક્ટર ખરીદી માટે સરકારે રૂપિયા 19,65,000ની સહાયતા કરી છે.
રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામા સરકારના 100 દિવસના લક્ષ્યાકની સિધ્ધીને પુર્ણ કરવા દરેક વિભાગના અધિકારી, કર્મચારીઓના પરિશ્રમને કારણે લગભગ દરેક વિભાગ દ્વારા તમામ યોજનાઓમા સો ટકા લક્ષ્ય સિદ્ધિ હાંસલ કરી દેવામા આવી છે.
સો દિવસ : સાથ, સહકાર અને સેવાના સૂત્રને ચરિતાર્થ કરતા ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ડાંગ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા ટ્રેક્ટર સહાય યોજનામા 100 ટકા સિધ્ધી હાંસલ કરવામાં આવી છે.
શ્રી ભુપેન્દ્રભાઇ સરકારના 100 દિવસના લક્ષ્યાંક સામે રાજ્યમા 20000 ખેડુતોને ટ્રેક્ટર સહાય યોજનામા આવરી લેવાના હતા. જેમા રાજ્યમા 28000 થી વધુ ખેડુતોને આ યોજના હેઠળ આવરી લેવામા આવ્યા છે.
ડાંગ જિલ્લામા 22 ખેડુતોને ટ્રેક્ટર સહાય યોજનામા આવરી લેવાના લક્ષ્યાંક સામે, જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કુલ 27 ખેડુતોને ટ્રેક્ટર સહાય યોજના હેઠળ રૂપિયા 14,25,000 ની સહાય પુરી પાડી છે. 100 ટકા લક્ષ્યાંકની સામે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા 163 ટકા સિધ્ધી હાંસલ કરી છે. આ ઉંપરાત જિલ્લામા વધુ 9 ખેડુતોને ટ્રેક્ટર સહાય યોજના હેઠળ આવરી લેવાયા છે. જેમા રૂપિયા 5,40,000 સહાય પુરી પાડવામા આવનાર છે.
આહવા તાલુકાના ધુબીટા ગામના લાભાર્થી શ્રી કરસનભાઇ મનુભાઇ ચૌધરી જણાવે છે કે, તેઓને ટ્રેક્ટર સહાય યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો જમા કરાવી સરકાર દ્વારા સહાય પુરી પાડવામા આવી છે. તેઓ ડાંગર, નાગલી જેવા મીલીટ પાકોની ખેતી કરે છે. ટ્રેક્ટર મળ્યા બાદ તેઓ વધુ સારી રીતે ખેતીમા તેનો ઉપયોગ કરીને ખેતી કરશે.
આહવા તાલુકાના વાયદુન ગામના ખેડુત શ્રી ઇશ્વરભાઇ ગાવિત જણાવે છે કે, ટ્રેક્ટર ખરીદી માટે તેઓને 60 હજાર રૂપિયાની સહાય મળી હતી. તેઓ ટ્રેક્ટર મેળવી ખુશ છે. તેમજ બાગાયતી ખેતીમા તેઓ વિવિધ શાકભાજીની ખેતી કરશે. તેઓ મોટા પાયે ડુંગળીની પણ ખેતી કરે છે. વાયદુન ગામના જ વધુ એક ખેડુત શ્રી ગજુભાઇ માળવીશ જણાવે છે કે, ટ્રેક્ટર સહાય યોજના હેઠળ તેમને ખેતી કામ માટે ટ્રેક્ટર મળતા તેઓ તેમના ખેતીનો વ્યાપ વધારશે. હવે તેઓ પાંરપારીક ખેતી સીવાય બાગાયતી ખેતી પણ કરશે.
વર્ષ 2023-24ના બજેટથી રાજ્ય સરકારના સાથ, સહકાર અને સેવાના સો દિવસ દરમ્યાન જિલ્લાના ખેડુતોને સુખાકારીના દર્શન થઈ રહ્યા છે.








