
જંબુસર તાલુકાના ડાભા ગામે ઓએનજીસીના સહયોગથી ડાભા ગામના સરપંચ શબ્બીર આલમ ના સૌજન્યથી મફત સર્વ રોગ નિદાન કેમ્પનો આયોજન કરવામાં આવ્યું

ડાભા પ્રાથમિક શાળા ખાતે જંબુસર ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાનેમફત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો અંકલેશ્વર ongc ના આસિસ્ટન્ટ ઈ ડી વિજયકુમાર ગોસ્લે દ્વારા મફત સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવા બદલ સ્વામીજીએ તેમને અને તેમના સ્ટાફને અભિનંદન આપ્યા હતા
વધુમાં સ્વામીજીએ ભગવાનને પ્રાર્થના કરું છું કે લોકો નિરોગી રહે પરંતુ મનુષ્ય ના સ્વભાવના લીધે સ્વસ્થ રહી શકતો નથી લોકો ખાવા પીવામાં ધ્યાન રાખતા નથી જે ન ખાવાનું હોય કે પીવાનું હોય તેનો ઉપયોગ કરી બીમાર પડે છે આ બાબતે લોકોએ પણ ધ્યાન આપવું જરૂરી છે
ડાભા ગામના સરપંચ શબ્બીર આલમ પણ ગ્રામજનોની ચિંતા કરી તેમના પડખે ઊભા રહે છે એમને પણ અભિનંદન આપ્યા હતા
સર્વ રોગ નિદાન કેમ માં ગામના તેમજ આજુબાજુની ગામના મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





