BANASKANTHAGUJARATPALANPUR
ડી.જે. એન. મહેતા હાઇસ્કુલ જુનાડીસા બનાસકાંઠા જિલ્લાની શ્રેષ્ઠ શાળા બનતા શિક્ષણમંત્રીશ્રીના હસ્તે સન્માન

29 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ઝાબડિયા મુકામે “શિક્ષણ ચિંતન શિબિર ” 21 જુલાઈ યોજાયેલ હતી જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી માનનીય શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ ઉપસ્થિત રહેલ. તેમના દ્વારા વર્ષ 2022/23 માં બનાસકાંઠા જિલ્લા ની ગ્રામ્ય વિસ્તારની શ્રેષ્ઠ શાળા બનવા બદલ ડી.જે .એન. મહેતા હાઈસ્કૂલ જુનાડીસાનું સન્માન કરવામાં આવ્યું. શાળાને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામ પ્રાપ્ત થયું . આ તબક્કે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એન બી ચાવડા સાહેબે પણ શુભેચ્છા પાઠવેલ. ગુરુવર્ય મહારાજ સાહેબ શ્રી કલ્પરક્ષિત મહારાજ સાહેબે આશીર્વચન પાઠવેલ. સૌએ શાળાના આચાર્યશ્રી પીવી મહેતા તથા શાળાના ટ્રસ્ટીગણ તથા શાળાના શિક્ષકશ્રીઓને સિદ્ધિ બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
[wptube id="1252022"]





