ધ્રાંગધ્રા શહેરમાં કચરો નાખવાની બાબતમાં યુવાન પર હુમલો કરનાર એક મહિલા સહીત ત્રણ સીટી પોલીસે ઝડપી લીધા

તા.31/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા શહેરમાં શિખર સ્કૂલ પાછળ નદીમાં કચરો નાખવા જેવી સામાન્ય બાબતમાં એક યુવાન ઉપર 29 માર્ચ હુમલો કરી આંખ પર અને માથાના ભાગે મૂઢમાર મરાતા એક મહિલા સહિત ત્રણ લોકો ફરાર થઈ ગયા હતા જેમાં સીટી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ધ્રાંગધ્રા શહેરમાં શિખર સ્કૂલ પાછળ નદીમાં કચરો નાખવા જેવી સામાન્ય બાબત 29 માર્ચએ ઝગડામાં પરિણમી હતી જેમાં સાહેદ નજીર હાંકડાંની બેન નદીમાં કચરો નાખવા જતા રોહિત ગોલતર જેમ ફાવે તેમ બોલવા લાગતા નજીર હાંકડા દ્રારા પોતાના જ વિસ્તારના રોહિત ગોલતર ને કેહવા જતા નજીર હાંકડા પર રોહિત ગોલતર, સુરાભાઈ ગોલતર અને લીલાબેનએ હુમલો કરાતા માથા અને આંખના ભાગે ઈજાઓ પહોંચાડવાની ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં સીટી પોલીસ દ્વારા તત્કાલિક એક્શનમાં આવીને આરોપી રોહિત ગોલતર, સુરાભાઈ ગોલતર, અને માતા લીલાબેન ગોલતરને ગણતરીના કલાકો માંજ ઝડપી લઈને ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી એક તકે નદીમાં પોતાનો વાળો બાંધેલ હોઈ રોહિત ભરવાડ દ્રારા જગ્યાને માલિકીની ઘોષિત કરી આજુબાજુ કચરો નહિ નાખવાનો તેમ જોહુકમી ચલાવી હતી તો જો કે નદી સરકારી વિરાસત હોવાથી નદીમાં દબાણ કરી વાળો બાંધવો પણ ગેરકાયદેસર જ છે ત્યારે તેના ઉપરની માલિકી પણ ગેરવ્યાજબી છે હાલ સીટી પોલીસ નજીરભાઈ હાકડાંને ઇજા પહોંચાડનાર રોહિત તેના પિતા સુરાભાઈ અને માતા લીલાબેન ગોલતર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા ગતિમાન બની છે.





