ધ્રાંગધ્રા ખાતે માર્ગ મકાન વિભાગના સરકારી કવાર્ટરના સમારકામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો.
કોન્ટ્રાકટર દ્વારા દિવાલમાં પ્લાસ્ટર કરવાના બદલે માત્ર વાટા કરી કલર કરાયો.

તા.18/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કોન્ટ્રાકટર દ્વારા દિવાલમાં પ્લાસ્ટર કરવાના બદલે માત્ર વાટા કરી કલર કરાયો.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે પણ માર્ગ મકાન વિભાગના સરકારી ક્વાટરના સમારકામના ભ્રસ્ટાચાર સામે આવ્યો છે જેમાં ધ્રાંગધ્રા શહેરના બસ સ્ટેન્ડ નજીક આવેલા સરકારી અઢાર ક્વાટર સહિત અન્ય જર્જરિત ઇમારતોનું સમારકામ હાથ ધરાયું છે માર્ગ મકાન વિભાગના તાબા હેઠળ આવતા આ તમામ ઇમારતોમાં સમારકામ અંગેનું કામ શરૂ કરાયું છે જેમાં પ્રથમ કામગીરી બસ સ્ટેન્ડ નજીક આવેલા સરકારી ક્વાર્ટરથી કામ શરૂ કરાયું છે આ કામગીરીમાં ક્વાર્ટરની દીવાલોનું પ્લાસ્ટર તોડી નવેસરથી કરવાનું તથા અન્ય પાણીની પાઇપ લાઈન અને ક્વાટરમાં પાણીના નળ પણ ISI માર્ક ધરાવતાં નાખવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હોવા છતાં પણ કોન્ટ્રાકટર દ્વારા દીવાલમાં પ્લાસ્ટર કરવાના બદલે માત્ર વાટા મારી કલર મારી દેવાયો છે અને પાણીની પાઇપ તથા નળ હલકી ગુણવત્તા ધરાવતા હોવાનું નજરે પડે છે સરકારી કામમાં થતાં ભ્રષ્ટાચાર મામલે જાગૃત નાગરિક દ્વારા માર્ગ મકાન વિભાગને જાણ કરી લેખિત રજુઆત કરાઇ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઇ નથી જોકે સરકારી ક્વાટરનું સમારકામ હાલ બંધ કરવામાં આવ્યું છે પરંતુ આ કામ બંધ કરવા પાછળ ભ્રષ્ટાચારનો મામલો ઠંડો થવાનું જાણવા મળી રહ્યું છે માર્ગ મકાન વિભાગ દ્વારા ભ્રષ્ટાચારની તપાસ કરી કોન્ટ્રાકટરની ગેરરીતિ સામે શિક્ષા કરવાના બદલે છાવરવાનો પ્રયાસ થતો હોવાનું પણ જણાઇ આવે છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા કરેલી લેખિત રજૂઆત બાદ કોઈ કાર્યવાહી થઈ કે નહિ તેના પ્રત્યુત્તર હજુ સુધી અરજદારને પાઠવ્યો નથી અને જ્યાં સુધી સરકારી ક્વાર્ટરમાં કોન્ટ્રાકટર દ્વારા આચરેલ ભ્રષ્ટાચારનો મામલો ઠંડો ન પડે ત્યાં સુધી કામગીરી બંધ રાખશે તેવું પણ સ્પષ્ટપણે દૃશ્યમાન થાય રહ્યું છે તેવામાં હવે જાગૃત નાગરિક દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહી કરતા હોવાની અને ઉપરથી કોન્ટ્રાકટરની છાવરતા હોવાના આક્ષેપ સાથે ઉચ્ચસ્તરે રજુઆત કરવા સુધીની તૈયારી દર્શાવી છે.