અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
જિલ્લામાં તળાવો ઊંડા કરવાના નામે ભ્રષ્ટાચાર..? મેઘરજ તાલુકામાં તળાવો ઊંડા કરવાના નામે રૂ.2 કરોડનો ભ્રષ્ટાચાર..?
સરકાર દ્વારા તળાવ ઉંડા કરવાની યોજના અંતર્ગત કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે પરંતુ કેટલાક કોન્ટ્રાકટરો અને અધિકારીઓ ની મિલીભગત થી આ રૂપિયાઓ પુરે પુરા ખર્ચાતા નથી અને તળાવો ઉંડા કરવાના નામે બીલો ઉધારી દેવામાં આવતા હોવાની લોક ચર્ચા સાથે આક્ષેપો સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે જેમાં અરવલ્લી જિલ્લામાં સિંચાઈ યોજના અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરીમાં ભ્રષ્ટચારના આક્ષેપ થયા છે જેમાં વર્ષ 2023/24માં અરવલ્લી સિંચાઈ વિભાગ દ્વારા સિંચાઈ યોજના હેઠળ તળાવો ઊંડા કરવા 9 કરોડ નું બજેટ ઓન પેપર ઉઘારી રૂપિયા સંગે વગે કર્યાના આક્ષેપ સામે આવ્યા છે શું મેઘરજ તાલુકામાં તળાવો ઊંડા કરવાના નામે રૂ.2 કરોડનો ભ્રષ્ટાચાર.? જે તે ગ્રામ પંચાયત વિસ્તારોના સ્થળ પર કામ ના થયાના આક્ષેપો પણ ઉઠ્યા છે જે તે સમયે મેઘરજ સિંચાઈ વિભાગના S/O ગઢવી એ મુખ્યમંત્રીને લેખિત અરજી કરી હતી તે માહિતી સામે આવી છે અને સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ ને લેખિત પુરાવા આપ્યા હતા નાણાંકીય વહેંચણી માં શુ ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો..? મુખ્યમંત્રીના સેક્રેટરી એ તપાસ ના આદેશ આપ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે સાબરકાંઠા ના ઉચ્ચ અધિકારીને તપાસના આદેશ કર્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે
*અરવલ્લી જિલ્લામાં જો તળાવો ઊંડા થયા નથી તો નાણાં ક્યાં ગયા?









