સરકારી માધ્યમિક શાળા સનેસડા શાળા તાલુકો ભાભર ખાતે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવેલ

11 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
ખૂબ લાગણી સભર આ કાર્યક્રમ ની શરૂઆત માં સરસ્વતી ની પ્રાર્થનાથી કરવામાં આવી. સદર શાળાની ધોરણ 11 ની બાળાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ધોરણ 10 અને ધોરણ 12 ના બાળકોને કુમકુમ તિલક કરી મો મીઠુ કરાવવામાં આવ્યુ. ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું ભગવત ગીતા ના પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી કે કે પટેલ દ્વારા બાળકોને પરીક્ષા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું, શું કરવું અને શું ના કરવું તથા પરીક્ષામાં પાસ થયા બાદ કયા પ્રકારના કોર્સમાં એડમિશન લઈ શકાય તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી. કાર્યક્રમના આગલા પડાવમાં ગત વર્ષે ધોરણ 9 10 11 અને 12 માં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા તથા ચાલુ વર્ષે સમગ્ર વર્ષ દરમિયાન યોજાયેલ તમામ પ્રવૃત્તિમાં ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર તથા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા. ત્યારબાદ ધોરણ 10 અને ધોરણ 12 ના બાળકો ની રીસીપ્ટ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અંતે સરકારી માધ્યમિક શાળા સનેસડા ના શિક્ષક શ્રી જીતેશભાઈ,મુકેશભાઈ અને ફોરમ બેન દ્વારા શાળાના તમામ બાળકોને ભોજન આપવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી, એસએમડીસી સમિતિના સભ્યો, સદારામ શિક્ષણ સમિતિના સભ્યો, સનેસડા પ્રાથમિક શાળાનો તમામ સ્ટાફ તથા ગ્રામજનોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું.