GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના પેટ્રોલ પમ્પો પર નિયમ પ્રમાણે સુવિધાઓ અને ચકાસણી સાધનો ન રહેતા જિલ્લા કલેકટરને ફરિયાદ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
નવસારીમાં આવેલ અમુક પેટ્રોલ પમ્પ  પર નિયમ પ્રમાણે સરકાર તરફથી નક્કી કરાયેલી સુવિધાઓનું અભાવ રહેતા એક જાગૃત સામાજિક કાર્યકર્તા દ્વારા કલેકટરને લેખિત ફરિયાદ કરાઈ નવસારી શહેરમાં રહેતા સામાજિક કાર્યકર્તા રાકેશભાઈ શર્મા દ્વારા જિલ્લા કલેકટરને એક લેખિત ફરિયાદ કરવામાં આવી છે. કે નવસારી શહેર સહિત જિલ્લામાં આવેલ અમુક પેટ્રોલ પમ્પના સંચાલકોએ  નિયમ પ્રમાણે નક્કી કરાયેલી સુવિધાઓ જેવી કે પીવાનું સ્વચ્છ પાણી, વાહનો માટે મફત હવા, શૉચાલય, ફોન સુવિધા,ફસ્ટ એડ ફિટ સુવિધા, કવોલિટી ચેક કરવા સુવિધા આપવાની હોય છે.જેમાંથી વાહનો માટે મફત હવા ભરવાની સુવિધા મુખ્ય હોય છે. એ હવા ભરવાની મશીનો પણ અમુક પેટ્રોલ પમ્પો પર દેખાતા નથી અને જ્યાં છે તો તે માત્ર શોભાના ગાંઠીઆ સમ્માન બંધ હાલતમાં દ્રશ્યમાન છે. પેટ્રોલ પમ્પ પર આવતા ગ્રાહકો દ્વારા આ સુવિધા અંગે પૂછવામાં આવતા આ મશીનો બંધ છે નું કહી અમુક પેટ્રોલ પમ્પ સંચાલકો એ પોતાની જ જગ્યામાં કેબીન ઉભી કરી ટાયર પંચર વાળાઓને ભાડે આપી પેટ્રોલ ભરવા આવતા ગ્રાહકોને મળતીયાની દુકાનો મોકલાવી દેતા હોય છે. સામાન્ય માણસો પાસેથી વધારાના રૂપિયા ખંખેરી લઈ લૂંટ ચલાવી રહ્યા છે. જેથી નિયમોનું ઉલ્લંઘન કરી પ્રાથમિક સુવિધાઓ ન આપી સામાન્ય ગરીબ જનતા સાથે અન્યાય કરતા આવા પેટ્રોલ પમ્પ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે .

[wptube id="1252022"]
Back to top button