દોલતપુરા બસ સ્ટેન્ડ પાસે કોર્ટ કેસની અદાવત રાખી ત્રણ ઈસમો દ્વારા માર મારતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ

તારીખ ૨૮/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના નાના બેઢીયા ખાતે રહેતા જીતેન્દ્રભાઈ ભેમાભાઈ ચૌહાણ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓને ચારેકમસ અગાઉ રંગીતભાઈ મોહનભાઈ ચૌહાણ તેમજ પ્રતાપભાઈ મોહનભાઈ ચૌહાણ બંને રહેવાસી નાના બેઢિયા સાથે ઝઘડો થયેલો જે બાબતે તેઓએ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ જેની કાલોલ કોર્ટમાં મુદત હોય તેઓ મોટરસાયકલ લઈને તેઓના બનેવીને ઘરે વ્યાસડા થઈ મલાવ થઈ કાલોલ આવવા નીકળ્યા જ્યાં દોલતપુરા બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર રંગીતભાઈ મોહનભાઈ ચૌહાણ પ્રતાપભાઈ મોહનભાઈ ચૌહાણ અને રાજુ ઉર્ફે કબુતરે તેમને ઊભા રાખેલ અને રંગીતે કહેલ કે તું આપણા કેસનું સમાધાન કેમ કરતો નથી તેમ કહીને ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા રંગીતે પેન્ટના ખિસ્સામાંથી પંચ કાઢીને મોઢામાં મારી લીધેલ જેથી નાકમાંથી લોહી નીકળેલ આ ઉપરાંત પ્રતાપે નજીકમાંથી લાકડી લઈ આવી જીતેન્દ્રભાઈ ને માથામાં મારતા માથામાં ઈજા પહોંચી હતી રાજુ ઉર્ફે કબૂતરે બરડામાં ગદડા પાટુ નો માર મારેલ અને કેસમાં સમાધાન કરી દેજો નહીં તો જાન થી મારી નાખીશું તેવી ધમકી આપતા જીતેન્દ્રભાઈએ કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.










