
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામમાં કોમી એખલાસ ભર્યા માહોલમાં તાજીયાનું જુલુશ શાંતિપૂર્ણ સંપન્ન મુસ્લિમોના પવિત્ર તહેવાર મહોરમાનો પર્વ મુસ્લિમ બિરાદરો દરવર્ષ ભક્તિભાવ પૂર્વક ઉજવતા હોય છે, બપોરે મુસ્લિમોનું ભવ્ય જુલુશ તાજીયા સાથે બજારમાં આવી પહોંચતા ભુપતભાઇ કંસારા,ભૌતેશભાઈ કંસારા,પંકજભાઈ મોદી,રાજુભાઇ પટેલ,કીર્તિભાઈ સોલંકી સહિતના હિન્દૂ સમાજના આગેવાનો દ્વારા મુસ્લિમ આગેવાનોનું ફૂલ હાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેરગામ પોલીસ દ્વારા ઠેર ઠેર વિવિધ સ્થળોએ પીએસઆઈ ડી આર પઢેરીયાની આગેવાની હેઠળ પોલીસ તેમજ હોમગાર્ડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.મોડી સાંજે તમામ તાજીઓને ભૈરવી ખાતે આવેલી ઔરંગા નદીમાં ઠંડા કરવામાં આવ્યા હતા.મુસ્લિમ સમાજના માજી પ્રમુખ ફારૂક શેખ,અઝીઝભાઈ ક્વોરિવાળા,તાજીયા કમિટીના પ્રમુખ શોએબ શેખ,સાજીદ ઇકબાલ શેખ,પ્રમુખ ગુલામભાઈ,ઇકબાલભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.





