
તાજેતરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આદર્શ ગર્લ્સ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા જંબુસર ના આદર્શ શૈક્ષણિક સંકુલ ના પટાંગણમાં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી.
*શ્રીજી હોસ્પિટલ જંબુસર ના મોભી ડો. દિપક રાઠોડ સાહેબ ના વરદહસ્તે તિરંગાને આન બાન અને શાન સાથે ફરકાવવા માં આવ્યો હતો*. ડો. દિપક રાઠોડ સાહેબે સાચા અર્થમાં સ્વતંત્ર થવા માટે સ્વચ્છંદતા છોડી આત્મનિર્ભર બનીએ , શિક્ષણ ના માધ્યમથી જ્ઞાન સાથે વિનય વિવેક અને વિનમ્રતા સુધી પહોંચવા અનુરોધ કર્યો હતો.
શાળા ના વિદ્યાર્થીઓ એ દેશભક્તિ ગીતોની રમઝટ સાથે વિજ્ઞાન ના પ્રયોગો, એકાંકી નાટકો, એક બનીએ નેક બનીએ જેવી શિષ્ટાચાર નો પાઠ આપતી ધાર્મિક નજમો, પેપર ક્રાફ્ટસ નિદર્શન જેવા અનેક વિધ કાર્યક્રમો કર્યા હતાં.
કાર્યક્રમ માં સોલ્ટ એસોસિયેશન ના પ્રમુખ યુસુફભાઈ મીઠાવાલા, કેળવણી મંડળ ના ઉપપ્રમુખ સલીમભાઈ પટેલ, ઈદ્રીશભાઈ પટેલ, રફિકભાઈ મનસુરી, તથા મોટી સંખ્યામાં વાલીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યાં હતાં. સલીમભાઈ પટેલે ઈનામો જાહેર કર્યા હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈનાયતસર અને જાબીર પટેલે કર્યું હતું.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 





