
તા.૧/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
શાળામાં વિદ્યાર્થિનીઓએ ” મહિલાઓના ઓછા મતદાન” “સહપરિવાર મતદાનનો સંકલ્પ” વિષયો પર ચર્ચા કરી
Rajkot: રાજકોટ સંસદીય મતવિસ્તારની ચૂંટણી તા. ૭ મે, ૨૦૨૪ના રોજ યોજાનારી છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને, તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ઠેર-ઠેર “મતદાન જાગૃતિ અભિયાન”નું આયોજન કરવામાં આવે છે.


જે અંતર્ગત ઉપલેટા અને ભાયાવદરમાં રાજકોટ અધિક કલેકટરશ્રી અને સ્વીપના નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ “ચુનાવ પાઠશાળા” વિષય અંતર્ગત વિદ્યાર્થિનીઓમાં “મહિલાઓના ઓછા મતદાનના કારણો અંગે વિસ્તૃત ચર્ચાનું આયોજન કરાયું હતું. અને “સહપરિવાર મતદાનનો સંકલ્પ” વિષય પર ચર્ચા કરીને ચૂંટણીલક્ષી, મતદાન પ્રક્રિયા અને સ્વીપ સહિતની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ સાથે મતદાન કરવા અને કરાવવા અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થિનીઓએ મતદાન જાગૃતિને લગતા પોસ્ટર અને ચિત્રો બનાવી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સબંધિત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.









