પાલનપુર માં સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા માટીમાંથી સર્જનાત્મક કૃતિઓના સુંદર નમૂના બનાવવામાં આવ્યા

20 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળામાં આજે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા માટીમાંથી ગણપતિ,ગુલાબ, ઢીંગલી વગેરે જેવા નમૂનાઓ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું,પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણા તથા તમામ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો,જેમાં વિદ્યાર્થીઓએ માટીમાં રંગ બે રંગી કલરનું મિશ્રણ કરીને ગણપતિ,ગુલાબ,ઢીંગલી વગેરે જેવા ઉત્તમ નમૂના બનાવ્યા. સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર આપીને પ્રોત્સાહીત કર્યા. બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખ શ્રી બાબુભાઈ પી સોલંકી અને મહામંત્રી શ્રી હરિભાઈ એન સોલંકીએ શાળામાં થતા શૈક્ષણિક કાર્ય ઉપરાંત સહઅભ્યાસિક પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીમાં રહેલી સર્જનાત્મક શક્તિનો વિકાસ કરી શકાય છે તેથી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી દ્વારા આજે થયેલ પ્રવૃત્તિને બિરદાવી.