
કિરીટ પટેલ બાયડ
જિલ્લાના ૩-૬ વર્ષના બાળકો અને વાલીઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃત કરાયા
—-
અરવલ્લી જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં તા.૨૧/૦૫/૨૦૨૪ અને તા.૨૨/૦૫/૨૦૨૪ ના રોજ બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તા.૨૧/૦૫/૨૦૨૪ ના રોજ આંગણવાડીમાં આવતા ૩ થી ૬ વર્ષના બાળકો અને તેમના વાલીઓ ને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત જાગૃતતા લાવવા વિવિધ પ્રવૃતિઓ યોજવામાં આવી. સર્જનાત્મક પ્રવૃત્તિ જેવી કે, ચિટક કામ, રંગ કામ, પરોવણી,છાપ કામ કરાવવામાં આવેલ. તેમજ બાળકોના સર્વાંગી વિકાસ અંગે તેમના વાલીને સમજાવવામાં આવ્યું હતું.આંગણવાડીમાં કરાવવામાં આવતી રોજે રોજ ની પૂર્વ પ્રાથમિક શિક્ષણની થીમ મુજબ પ્રવૃત્તિ વાલી વ્હોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવે છે તેમજ ડિજિટલ કેલેન્ડર અને સેટકોમ અંગે માહિતગાર કરવામાં આવ્યા.
તા.૨૨/૦૫/૨૦૨૪ ના રોજ આંગણવાડીમાં ૨ થી ૩ વર્ષના પ્રવેશ પાત્ર બાળકો અને વાલીઓ ને આંગણવાડીમાં આમંત્રિત કરવામાં આવેલ. વાલીઓને આંગણવાડીમાં અપાતી સેવાઓ અંગે માહિતગાર કરવામાં આવેલ તેમજ બાળકો ને આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ થીમ મુજબ આપવામાં આવે છે તેમજ સેટકોમ અંગે માહિતગાર કર્યા.