
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લા ફોરેસ્ટ વિભાગનાં ચીખલી રેન્જ હદ વિસ્તારમાં વધુ એક દીપડો પાંજરે પૂરાતા ફોરેસ્ટ કર્મીઓ સહિત સ્થાનિકો ચિંતામાં હળવાશ અનુભવી રહ્યા છે.
ચીખલી રેન્જના ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર દીપડો દેખાઈ દેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.જેથી ચીખલી રેન્જના ફોરેસ્ટ કર્મીઓ દ્વારા હરણ ગામે પાંજરો મુકવામાં આવ્યો હતો,<span;>આજરોજ વહેલી સવારે હરણગામે શિકાર ની શોધમાં લટાર મારતો દીપડો પાંજરે પુરાયો હતો જે અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા ચીખલી રેન્જ ની ટિમ તાત્કાલિક હરણ ગામે પહોંચી માદા દીપડા સહિતનું પાંજરો સુરક્ષિત રેન્જ કચેરી ખાતે ખસેડી વેટરનરી ડોક્ટર ને બોલાવી તપાસ કરાવતા દીપડો સ્વસ્થ જણાવતાં માદા દીપડાને અન્યત્ર સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
[wptube id="1252022"]





