GUJARATSURENDRANAGARWADHAWAN

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે

રૂ.૧૫૮૪ કરોડના કુલ ૧૩૧ વિકાસ પ્રકલ્પોની જિલ્લા વાસીઓને આપશે ભેટ

તા.03/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બપોરે ૩:૦૦ કલાકે સુરેન્દ્રનગર-રાજકોટ રોડ પર ત્રિમંદિર સામે આવેલા ગ્રાઉન્ડમાંથી સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૪નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે આ ઉપરાંત રૂ.૧૪૭૮.૨૦ કરોડના ૮૭ કામોની ઉદ્દઘોષણા, રૂ.૯૨.૭૦ કરોડના ૨૫ કામોના ખાતમુહૂર્ત તેમજ રૂ. ૧૩.૧૭ કરોડના ૧૯ કામોના લોકાર્પણ એમ મળી કુલ રૂ.૧૫૮૪.૦૮ કરોડના કુલ ૧૩૧ કામોની સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓને ભેટ આપશે મુખ્યમંત્રીની આ મુલાકાતમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, જિલ્લા પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માર્ગ અને મકાન વિભાગના રૂ.૫૦.૦૭ કરોડના ૮ કામો, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રૂ.૨૨.૨૮ કરોડના ૧ કામ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂ.૧૫.૬૧ કરોડના ૫ કામો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ.૨.૮૮ કરોડના ૧ કામ, વન અને પર્યાવરણ વિભાગના રૂ.૦.૮૦ કરોડના ૩ કામ, ઉદ્યોગ અને ખાણ વિભાગના રૂ.૦.૩૦ કરોડના ૨ કામો, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રૂ.૦.૩૨ કરોડના ૨ કામો, સામાન્ય વહીવટ વિભાગ આયોજનના રૂ.૦.૪૪ કરોડના ૩ કામો એમ મળી કુલ રૂ.૯૨.૭૦ કરોડના ૨૫ કામોના ખાતમુહૂર્ત કરશે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માર્ગ અને મકાન વિભાગના રૂ.૭.૮૦ કરોડના ૧ કામો, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂ.૦.૯૮ કરોડનું ૧ કામ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ.૨.૪૨ કરોડના ૩ કામ, વન અને પર્યાવરણ વિભાગના રૂ.૧૦ કરોડનું ૧ કામ, ઉદ્યોગ અને ખાણ વિભાગના રૂ.૦.૧૭ કરોડનું ૧ કામ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રૂ.૧.૪૦ કરોડના ૯ કામ, સામાન્ય વહીવટ વિભાગ આયોજનના રૂ.૦.૩૦ કરોડના ૩ કામ એમ મળી કુલ રૂ. ૧૩.૧૭ કરોડના ૧૯ કામોનું લોકાર્પણ કરશે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગ અને કલ્પસરની રૂ.૪૭૯.૬૦ કરોડના ૨ કામો, માર્ગ અને મકાન વિભાગના રૂ.૮૦૬.૫૨ કરોડના ૭૭ કામો, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના રૂ.૨૦.૦૦ કરોડનું ૧ કામ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ.૧.૬૦ કરોડનું ૧ કામ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂ.૭૦.૪૭ કરોડના ૪ કામો, ઉદ્યોગ અને ખાણ વિભાગના રૂ.૩૦.૦૦ કરોડનું ૧ કામ, રેલવે મંત્રાલયનું રૂ.૭૦ કરોડનું ૧ કામ એમ મળી કુલ રૂ.૧૪૭૮ કરોડના ૮૭ કામોની ઉદ્દઘોષણા કરશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button