બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માવસરી પોલીસ દ્વારા ગણત્રીના કલાકોમાં ચોરને પકડી ચોરીનો ભેદ ઉકેલતી માવસરી પોલીસ

વાત્સલ્યમ્ સમાચાર
રણછોડસિંહ એસ ચૌહાણ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માવસરી પોલીસ દ્વારા ગણત્રીના કલાકોમાં ચોરને પકડી ચોરીનો ભેદ ઉકેલતી માવસરી પોલીસ
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલા માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટડાવ ગામમાં શિતળા માતાના મંદિરમાં બે દિવસ પહેલા તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં માવસરી પોલીસ દ્વારા ગણત્રીના કલાકોમાં ચોરને દબોચી લીધો હતો
શ્રી જે આર મોથલિયા પોલિસ મહાનિરીકક્ષક સરહદી રેન્જ કચ્છ ભૂજ તથા શ્રી અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને ધંધા રોજગાર સાથે સંકળાયેલી કંપનીઓ તથા વહેપારીઓ ને પડતી મુશ્કેલીઓ તથા મંદિરમાં થતી ચોરીઓ ના સત્વરે નિરાકરણ માટે સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી એસ એમ વારોતરીયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ ના માર્ગદર્શન મુજબ માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટડાવ શિતળા માતાના મંદિર માંથી તથા ટડાવ ગામે કેબીન માથી તથા ઉમેદપુરા ગામે શાળાના મધ્યભોજન માથી થયેલ ચોરીના બનાવ બાબતે માવસરી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ચોર મુદામાલ સોધી કાઢવા માવસરી પોલીસ તથા ટડાવ ગામના સરપંચ તથા ગામના આગેવાનોની મદદથી ગુનાનો ભેદ ઉકેલી આરોપી ગણપતભાઇ હેમજીભાઈ જાતે ઠાકોર રહે ચોથાનેસડા તા વાવ વાળા તથા ચોરીમાં ગયેલા મુદામાલ રોકડ રકમ રૂા 14910 ચૌદ હજાર નવસો દશ તથા છુટા સિક્કા તથા ચાંદીના છતર નંગ 2 તથા ચાંદીની ગાયની મૃતિ 1 તથા ચાંદીની એક વાળી તથા ચાંદીની માતાજી ની આંખો તથા ચોરીમાં ગયેલા મુદામાલ સાથે આરોપી ગણપતભાઇ હેમજીભાઈ ઠાકોરને ગણતરીના કલાકોમાં પકડી પાડી માવસરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે







