PANCHMAHAL

હાલોલના અરાદ રોડ ઉપર બે બાઈકો વચ્ચે સર્જાયો અકસ્માત, ત્રણ ઇસમો થયા ઇજાગ્રસ્ત

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૪.૭.૨૦૨૩

હાલોલ ના અરાદ રોડ ઉપર ઝંડીયાકુવા પાસે બે મોટરસાયકલ સામસામે ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણ વ્યક્તિઓ પૈકી એક ને ખાનગી હોસ્પિટલમાં અને બે ઇજાગ્રસ્તો ને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.હાલોલ આરાદ રોડ ઉપર બે મોટરસાયકલ સામસામે ધડાકા ભેર ભટકાતા સર્જાયેલા અકસ્માત માં ત્રણ ઇજાગ્રસ્તો ને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ લાવવામાં આવ્યા હતા. તરખંડા ગામ ના એક જ પરિવાર ના બે યુવકો યુવરાજ મહેશભાઈ ચાવડા ઉ.વ.17 અને રાકેશ પ્રવીણભાઈ ચાવડા ઉ.વ.17 ની મોટરસાયકલ તખતસિંહ કરણસિંહ બારીઆ ઉ.વ 55 ની મોટરસાયકલ સામે ભટકાયા હતા. બંને બાઇકો સામ સામે ભટકાતા બંને યુવકો અને આધેડ ઇજાગ્રત થયા હતા.ઇજાગ્રતો ને 108 એમ્બ્યુલન્સ માં હાલોલ લાવવામાં આવ્યા હતા.બંને યુવકો ને હાલોલ રેફરલ હોસ્પિટલ અને આધેડ નો પગ ભાગી જતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત માં ઇજા પામેલા બંને યુવકો ને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ફરજ ઉપર હાજર મેડિકલ ઓફિસરે સારવાર આપી હતી.જ્યારે અક્સ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટયા હતા.

[wptube id="1252022"]
Back to top button