
૦૮ ઓગસ્ટ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ઉપલેટા તાલુકાનાં ભાયાવદર ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ભાયાવદરમાં તા.૦૮-૦૮-૨૦૨૩ ના રોજ વર્લ્ડ સીનીયર સીટીઝન દિવસ અંતર્ગત દાદા-દાદી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ગુરુકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ૪૬ જેટલા દાદા-દાદી હાજર રહ્યા. પધારેલ દાદા-દાદીનું સ્વાગત કર્યું અને ઠાકોરજીનું પૂજન કરીને કાર્યક્રમની શરૂઆત કરેલ. બાળકના ઘડતરમાં પરિવારના વડીલોનું શું મુલ્ય છે અને વૃદ્ધાશ્રમોમાં વધી રહેલા માતા-પિતાની સંખ્યા બંધ થાય અને વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેવુ વક્તવ્ય આચાર્યશ્રી નીતિનભાઈ દવેએ આપ્યું. એ સાથે પધારેલા દાદા-દાદી પાસેથી તેમના અનુભવો જાણ્યા અને આધુનિક યુગમાં પોતાનું જીવન, તેમણે મેળવેલ શિક્ષણ, પારિવારિક અનુભવો તેમજ નિવૃત્તિ જીવન, પોતાના પુત્ર તથા પૌત્ર પાસેની અપેક્ષાઓ જેવા પ્રસંગો રજુ કર્યા. સાથે એમના સમયની શિક્ષણ સુવિધાઓ વિશે જાણ્યું અને પાટીપેન, ઈન્ડીપેન થેલી આનો રૂપિયો વગેરે વિશે માહિતી દાદા-દાદીએ આપેલ. આ તકે રાજકોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિઠ્ઠલબાપા કે જેઓ ૧૯૭૦ ના સમયમાં રાજકોટ ગુરુકુલમાં અભ્યાસ કરતા હતા તેમણે એ સમયનું શિક્ષણ અને ગુરુકુલના સંતો વિશે વિશેષ વાત કરેલ સાથે અન્ય વડીલોએ પણ પોતાના અનુભવો રજુ કર્યા. આ રીતે ગુરુકુલમાં દર વર્ષની જેમ દાદા-દાદી દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું સંચાલન અનિલભાઈ દ્વારા કરાયેલ હતું. પરમપૂજ્ય રામાનુજદાસસ્વામીના આશીર્વાદ અને ભક્તિનંદનદાસસ્વામીના માર્ગદર્શનથી સમગ્ર કાર્યક્રમ ખુબ સફળ અને સરસ રીતે પૂર્ણ થયો.
માત્ર શિક્ષણ નહી પરંતુ સંસ્કાર સાથે શિક્ષણને મહત્વ આપતી સંસ્થા એટલે ગુરુકુલ…





