હિંમતનગરના વકતાપુર રમણભાઇ પરમાર માટે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નું કાર્ડ આશિર્વાદરૂપ બન્યું

હિંમતનગરના વકતાપુર રમણભાઇ પરમાર માટે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નું કાર્ડ આશિર્વાદરૂપ બન્યું
***
હૃદયનું ઓપરેશન એક પણ રૂપિયા ખર્ચ વિના આ કાર્ડ થકી શક્ય બન્યું, એ માટે સરકારશ્રીના અમે આભારી છીએ – લાભાર્થી શ્રી રમણભાઇ પરમાર
***
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુરના લાભાર્થી ૫૮ વર્ષિય શ્રી રમણભાઇ એ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, થોડા સમય પહેલા તેમણે હૃદયમાં દુખાવો હતો તેથી તેમણે પ્રાઇવેટ હોસ્પિટલમાં તપાસ કરાવતા બે નસ બ્લોક હોવાનું નિદાન થયું. ઓપરેશનનો ખર્ચ અંદાજે રૂ.૨ લાખ જેટલો થશે તેમ ડૉક્ટરે કહ્યું હતું. અમારી પાસે ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું’ કાર્ડ હતું. આ કાર્ડ થકી તેમનું હૃદયનું ઓપરેશન વિના મૂલ્યે તત્કાળ શક્ય બન્યું અને હાલ તેમનું સ્વાસ્થ્ય સારું છે.
વધુમાં તેઓ જણાવે છે કે, સરકારની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આશિર્વાદરૂપ છે. એક મધ્યમ વર્ગીય કે ગરીબ પરિવાર માટે દવાખાનાના આકસ્મિક આર્થિક ખર્ચ પરવડે તેમ નથી.
આ કાર્ડ થકી દસ લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળે છે. આ કાર્ડ અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ પ્રસંગે રાજ્ય સરકાર અને કેંદ્ર સરકાર નો ખુબ ખુબ આભાર માન્યો.
જયંતિ પરમાર સાબરકાંઠા








