નવસારી જિલ્લામાં H.S.C બોર્ડની પરીક્ષાનો પ્રારંભ,કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને ઉષ્માભેર આવકારવામાં આવ્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષા આપવા પહોંચ્યા :
કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને ઉષ્માભેર આવકારવામાં આવ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ- ૧૨ (HSC) સામાન્ય/ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ આજથી શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો હતો. નવસારી જિલ્લામાં ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહના બે ઝોનમાં ૩૭૭૨ વિદ્યાર્થીઓ પૈકી ૩૬૯૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહયાં હતાં. જેમાં ૩૧ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતાં. જયારે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫૮૬૩ વિદ્યાર્થીઓ પૈકી ૫૮૦૭ વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. જેમાં ૫૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહયાં હતાં. નવસારી જિલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચતા હાજર રહેલા મહાનુભાવોએ કુમકુમ તિલક કરી આવકાર્યા હતા.





