GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાયદેસરનું લેણુ પુરવાર કરી ન શકતા ચેક ના કેસમા કાલોલ કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યો

તારીખ ૦૪/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ની સર્વોદય સોસાયટીમાં રહેતા અને ઈટોનો ધંધો કરતા નુરલખાન નસરતખાન પઠાણે કાલોલ કોર્ટ મા મધવાસ ના ચંદુભાઈ રામાભાઈ સામે ચેક રિટર્ન ની ફરીયાદ વર્ષ ૨૦૧૭ મા નોંધાવી હતી જેની મુખ્ય વિગતો જોતા બન્ને વચ્ચે દોઢેક વર્ષ થી મિત્રતા હતી અને આરોપી અગાઉ પણ ઉછીના નાણા લઈ ગયા હતા અને પરત આપી ગયા હતા અને તેથી વિશ્ર્વાસ સંપાદિત કરેલો. વર્ષ ૨૦૧૫ મા આરોપી ચંદુભાઇને પૈસાની જરૂર પડતા બે ટુકડે રૂ ૩ લાખ ઉછીના આપેલા જે નાણા વાયદા મુજબ પરત નહિ આવતા ફરિયાદીએ ઉઘરાણી કરતા રૂ ૩ લાખનો સિલવસા શાખાનો બેંક ઓફ બરોડા નો ચેક આરોપીએ આપ્યો હતો. જે બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળ ને કારણે રિટર્ન થયો હતો. જે અંગેની નોટીસ આપી હતી અને ત્યારબાદ આ ફરીયાદ નુ કારણ ઉપસ્થીત થયેલ. સમગ્ર બાબત પુરાવા માટે જતા આરોપી તરફે એડવોકેટ એસ એસ વણકરે જણાવેલ કે આરોપી ચંદુભાઈ ને કાલોલ જલારામ નગર હાઉસિંગ સોસાયટી મા પ્લોટ નુ બુકિંગ કરાવેલ અને તે માટે મકાન બાંધવા લોન કરાવવા જરૂરી દસ્તાવેજો સાથે છ ચેક ફરિયાદીને આપેલ પરંતુ ફરિયાદીએ પ્લોટ નો દસ્તાવેજ કરી આપેલ નહોતો અને અન્ય ને વેચી દીધેલ જેની ફરીયાદ કાલોલ પોલીસ સ્ટેશન મા કરતા ફરિયાદીએ સમાધાન કરેલુ અને છ ચેક આપેલા તેનો દુરુપયોગ કરીને આ ફરિયાદ કરી છે. વધુમા આરોપીના એડવોકેટ દ્વારા જણાવેલ કે આરોપી મધવાસ ખાતે રહેતા ન હોવા છતાં પણ મધવાસ ખાતે ચેક રીટર્ન ની નોટિસ મોકલાવી ખોટી ફરિયાદ કરી છે. અને આ હકીકત ફરિયાદીએ તેની ઉલટ તપાસમાં પણ કબુલ કરેલ છે કે આરોપી મધવાસ ખાતે રહેતા નથી. અને નોટિસ નું કવર” સરનામામા જણાવેલ વ્યક્તિ રહેતી ન હોય પરત” એવા શેરા સાથે પાછું આવ્યું હતું. વધુમાં ફરિયાદીએ જે હાથ ઉંછીના નાણા ઉપાડીને બેંકમાંથી આપ્યા હતા તે અંગેનું બેંકનું કોઈ સ્ટેટમેન્ટ પણ રજૂ કરેલ ન હતું કે હાથ ઉછીના નાણાંનું લખાણ કે કોઈ સાક્ષી રજૂ કરેલ ન હતો. આરોપી એ કાલોલ પોલીસ મથકે પોતાની સામે છેતરપીંડી ની ફરીયાદ કરી હોવાનુ પણ રેકર્ડ પર આવેલ તમામ પુરાવાને આધારે કાલોલ ના એડિશનલ ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ એસ એસ પટેલે ફરિયાદી પોતાનુ કાયદેસર નુ લેણુ પુરવાર કરી શક્યા ન હોવાથી તેમજ આરોપીના કોરા ચેક નો ઉપયોગ કર્યો હોવાની દલીલ સ્વીકારી અને એન આઈ એક્ટ ની આદેશાત્મક જોગવાઈઓનુ પાલન કર્યા વીના ફરિયાદ દાખલ કરી હોય એપેક્ષ કોર્ટ ના ચૂકાદા અને તેમા જણાવેલ સીદ્ધાંતો મુજબ આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button