GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મા જમીનો ના બોગસ દસ્તાવેજો બનાવી સગા ભાઈનો હકક દુબાડતા બે ભાઈઓ સામે ફરીયાદ

તારીખ ૨૪/૦૮/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે રહેતા ઠાકોરભાઈ મુળજીભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદ ની વિગતો જોતા તેઓના તથા તેઓના બે ભાઈઓ વિનોદભાઈ મૂળજીભાઈ બ્રહ્મભટ્ટ અને ભરતભાઈ મૂળજીભાઈ બ્રહ્મભટ્ટ એમ કુલ ત્રણ જણાના સંયુક્ત નામે કાલોલ તાલુકાના બલેટીયા ગામે નવા સર્વે નં ૪૧,૪૧,૫૨,૫૩ ની જમીનો આવેલી છે જે જમીનો મા સરકારની મંજૂરી મેળવી ઈંટોના ભઠ્ઠા ચલાવવામાં આવતા હતા.જે પૈકી કેટલીક જમીનો ચારેક વર્ષ અગાઉ દિલ્હી વડોદરા મુંબઈ નેશનલ હાઇવેમાં સંપાદિત કરવામાં આવતા ગોધરા ખાતેમાં જમીન સંપાદન અધિકારી દ્વારા વળતર કેસ બનાવી સરકાર હેડે જમીનની મળવાપાત્ર કિંમત નક્કી કરી હુકમો કરવામાં આવ્યા હતા.જે પૈકી રૂ ૧૧,૪૮,૦૬૩/ અને રૂ ૧,૮૨,૪૩,૯૩૧ એમ કુલ મળીને રૂ ૧,૯૩,૯૧,૯૯૪/ મળવા પાત્ર રકમ થતી હતી. વળતરની આ રકમ મેળવવા માટે ત્રણેય ભાઈઓએ સંયુક્ત ખાતુ કોટક મહેન્દ્ર બેન્ક કાલોલ માં ખોલાવ્યું હતું આસપાસના ખેડૂતોની જે જમીન સંપાદિત થઈ હતી તેઓને તેઓની જમીનના નાણાં મળી ગયા હતા. પરંતુ ફરિયાદી ઠાકોરભાઈને હજુ સુધી જમીનના નાણાં નહીં મળતા તેઓએ ગોધરા જમીન સંપાદન કચેરીમાં તપાસ કરતા જાણવા મળેલ કે તેઓની જમીનના નાણાં કોટક મહિન્દ્રા બેન્ક માં RTGS થી ચૂકવાઇ ગયા છે અને તેઓની જમીન બાબતે તેઓનું સંમતિપત્ર અને નામો પણ જમીન સંપાદન કચેરી ગોધરા ખાતે રજૂ કરવામાં આવ્યું હોવાની વિગતો જાણી તેઓ ચોકી ઉઠ્યા હતા અને જમીન સંપાદન કચેરી માંથી તેઓએ આ તમામ રજુ કરેલા દસ્તાવેજોની નકલો માંગતા જમીન સંપાદનના પૈસા ચૂકવવા કરેલ સંમતિ પત્રક અને સોગંદનામુ એડવોકેટ નોટરી પીએ નાગર સમક્ષ તા ૦૧/૧૨/૨૦૨૦ ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં ફરિયાદી ઠાકોરભાઈ નો ફોટો અસલી મૂકવામાં આવ્યો હતો પરંતુ તેઓએ પોતે સહી કરી નથી સહી કોઈ અન્ય ઈસમ દ્વારા કરવામાં આવી હતી તે જ પ્રમાણે એડવોકેટ નોટરી એસ આર પરમાર ની રૂબરૂ તા ૨૪/૦૯/૨૧ ના રોજ કરવામાં આવેલ કુલમુખત્યારનામા મા પણ તેઓ નો ફોટો અસલ લગાવવામાં આવ્યો હતો પરંતુ સહી તેઓની પોતાની ન હતી તેઓ ક્યારે ય સંમતિપત્ર અને કુલમુખત્યારનામા મા સહી કરવા માટે ગયા નથી જેથી પોતાની સાથે ઠગાઈ કરવા માટે પોતાની ખોટી સહી કરી હોવાનું જાણતા સંયુક્ત માલિકીની જમીનના સરકારી મળવાપાત્ર વળતરના નાણા મેળવવા માટે સરકાર સાથે તેમજ ફરિયાદી સાથે ઠગાઈ કરી ખોટા દસ્તાવેજો બનાવી ખોટા દસ્તાવેજો હોવાનું જાણવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી જમીન સંપાદનની રકમના નાણા બંને ભાઈઓએ પોતાના સંયુક્ત એકાઉન્ટમાં જમા કરાવી વિશ્વાસઘાત કરતા કાલોલ પોલીસ મથકે આજથી પાંચેક મહિના પહેલા ઠાકોરભાઈ એ લેખિત ફરિયાદ આપી હતી જે ફરિયાદમાં રાજકીય દબાણ ના આરોહ અવરોહ વચ્ચે કાલોલ પોલીસ દ્વારા રજૂ થયેલ દસ્તાવેજો ની ક્રમશઃ તલસ્પર્શી તપાસ કરી ગુનો બનતો હોવાનું તારણ કાઢી બુધવારના રોજ છેતરપિંડી વિશ્વાસઘાત અને બોગસ દસ્તાવેજો બનાવી સાચા તરીકે ઉપયોગ કરવા બાબતની ફરિયાદ વિનોદભાઈ મૂળજીભાઈ બ્રહ્મભટ્ટ તથા તેઓના ભાઈ ભરતભાઈ મૂળજીભાઈ બ્રહ્મભટ્ટ બન્ને સામે દાખલ કરી બુધવારે તેઓની ધરપકડ કરતા સમગ્ર કાલોલ સહિત પંચમહાલ જીલ્લામા ચકચાર મચી જવા પામી છે.ગુરૂવારના રોજ બપોર બાદ બંને ભાઈઓને રિમાન્ડ માટે કાલોલ કોર્ટમાં પી એસ આઈ જે ડી તરાલે રજુ કરી રિમાન્ડ માંગતા કોર્ટે સોમવારે બપોર ના ૪ કલાક સુધી ના રિમાન્ડ મંજુર કરેલ છે. ત્યારે ભાઈઓ ભાઈઓ વચ્ચેના આ વિવાદમાં સમાધાન થાય તેવી પણ શક્યતાઓની ચર્ચા ચાલી રહી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button