GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
NMMS ની પરીક્ષા નો કાલોલ એમજીએસ હાઈસ્કુલ તેમજ સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે પ્રારંભ કરાયો.

તારીખ ૦૭/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ની એમજીએસ હાઈસ્કુલ તેમજ સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે રવિવારે સવારે NMMS ની પરીક્ષા નો પ્રારંભ કરાયો હતો જે NMMS એટલે નેશનલ મીન્સ કમ-મેરિટ શિષ્યવૃત્તિ યોજના આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ ધોરણ ૯ ના નિયમિત વિદ્યાર્થીઓ હોવા જોઈએ અને તેઓએ ધોરણ ૮ની પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૫% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ મેળવ્યા હોવા જોઈએ અને વધુમાં ધોરણ ૧૧ માં શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે દર વર્ષે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર સરકારી સહાયિત અને સ્થાનિક સંસ્થાઓની શાળાઓમાં ઘો ૯ થી ઘો ૧૨ સુધીના વર્ગોમાં અભ્યાસ માટે વાર્ષિક રૂ ૧૨,૦૦૦ (દર મહિને રૂપિયા ૧,૦૦૦ તરીકે) ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.


[wptube id="1252022"]









