ANJARGUJARATKUTCH

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર દ્વારા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાનાં પૂર્વ સહમંત્રી અને રાજય પ્રતિનિધિ એવા આદરણીય અને વંદનીય શ્રી શામજીભાઈ વરચંદ સાહેબને તેમનાં જન્મદિને શુભેચ્છાઓ પાઠવી

૨૮-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર કચ્છ :- પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર દ્વારા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાનાં પૂર્વ સહમંત્રી અને રાજય પ્રતિનિધિ એવા આદરણીય અને વંદનીય શ્રી શામજીભાઈ વરચંદ સાહેબને આજ રોજ તેમનાં જન્મદિને શુભેચ્છાઓ પાઠવી તેમજ કોટડા પ્રાથમિક શાળા ખાતે આયોજિત તેમના વિદાય સન્માન સમારંભમાં મોમેન્ટો અર્પણ કરી તેમજ શાલ ઓઢાડીને સર્વે હોદ્દેદારોએ અભિનંદન આપી નિવૃત્તિ બાદનું જીવન પ્રવૃત્તિમય બની રહે તેવી અભ્યર્થના વ્યકત કરી.આ કાર્યક્રમમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા વતી મહામંત્રીશ્રી રમેશભાઈ ગાગલ, સંઘઠન મંત્રીશ્રી જખરાભાઈ કેરાસિયા,સહમંત્રીશ્રી કાંતિભાઈ રોઝ અને પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈ તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજારનાં અધ્યક્ષશ્રી મયુરભાઈ પટેલ, વરિષ્ઠ ઉપાધ્યક્ષ હીરાભાઈ મ્યાત્રા,સહમંત્રી વનરાજભાઈ ઝીલરીયા,પ્રચાર મંત્રી નરશીભાઈ ડાંગર,કરશનભાઈ વાળા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં તેવું મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવેલ છે.

[wptube id="1252022"]
Back to top button