ARAVALLIBHILODAGUJARAT

શામળાજી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, મંદિર પરિસરમાં પણ અમીરૂપી છાંટા, ગરમીથી આંશિક રાહત

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

શામળાજી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, મંદિર પરિસરમાં પણ અમીરૂપી છાંટા, ગરમીથી આંશિક રાહત

ગુજરાત હવામાન વિભાગે ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે અરવલ્લી જીલ્લાના વાતાવરણમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે પલ્ટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા શામળાજી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી  શામળાજીના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા તો બીજી બાજુ મંદિર પરિસરમાં પણ અમીરૂપી છાંટા પડ્યા હતા ખાસ કરીને વરસાદને કારણે ગરમીથી આંશિક રાહત જોવા મળી હતી મેઘરજના કેટલાક વિસ્તારોમાં હળવા પવન સાથે સામાન્ય વરસાદ પડ્યો હતો

ગુજરાતના વાતાવરણની પેટર્ન બદલાઈ હોય તેમ ગમે તે ઘડીએ વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદ પડી રહ્યો છે હાલ કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે આકાશે વાદળોની જમાવટ સાથે શામળાજી સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે હવામાન વિભાગે પ્રી મોન્સુન એક્ટિવિટી હેઠળ ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે શામળાજી સહિત આજુબાજુના વિસ્તતોમાં ભારે પવન ફૂંકાતા બજારોમાં ગરમીથી રાહત મેળવવા લગાવેલ મંડપના કાપડ ઉડી ગયા હતા મેઘરજ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવા પવન સાથે વરસાદના છાંટા પડ્યા હતા વાતવરણમાં પલટો આવતા અંગ દઝાડતી ગરમીથી સામાન્ય રાહત મળી હતી વરસાદી વિસ્તારોના વાતાવરણમાં ઠંડક અનુભવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button