BANASKANTHAGUJARATVAV

વાવ તાલુકાના બુકણા ગામે ગ્રામ પંચાયત દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર

રણછોડસિંહ એસ ચૌહાણ વાવ

સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583

 

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામે બુકણા ગ્રામ પંચાયતમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં સૌ પ્રથમ શીલા ફલક પાસે જઈને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત ગ્રામજનો એ દીપ પ્રાગટ્ય અને પાંચ પ્રતિજ્ઞાઓ લીધી ત્યારબાદ વસુધા વંદન કાર્યક્રમ મુજબ વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ત્યારબાદ કળશ યાત્રા લઈને સભા સ્થળ શ્રી બુકણા પ્રાથમિક શાળા ખાતે ગયા. ત્યાં ધ્વજ વંદન તેમજ રાષ્ટ્રગ ગાન કરવામાં આવ્યું અને નિવૃત ફોજીઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં પટેલ રાણાભાઈ અરજણભાઈ, ઠાકોર રૂપશિભાઈ વધાભાઈ, ઠાકોર ચમનભાઈ રાસેગભાઈ, રાજપુત સુજાભાઈ પબાભાઈ, રાજપૂત ભરતસિંહ રામજીજી, સન્માન બાદ અંતમાં ગ્રામ સભા ભરીને કાર્યક્રમને પૂરો જાહેર કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી વિહાભાઇ રાજપુત, તલાટી શ્રી નરસિંહભાઈ દેસાઈ, તથા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પુંજાભાઈ ચૌહાણ,M.P.H.W ચૌહાણ પ્રકાશભાઈ .F.H.W તુવર બતુલબેન .તથા આશા બહેનો શિક્ષણ ગણ પંચાયત બોડીના સભ્ય તથા ગ્રામજનો આગણવાડી કાર્યકરો તથા શાળાના બાળકો તથા બોહળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલક શ્રી પારસભાઈ પટેલ એ કર્યું હતું

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button