
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે.જેના કારણે પ્રકૃતિને મોટા પાયે નુકશાન થઇ રહ્યુ છે.ત્યારે ડાંગ જિલ્લા બહુજન સમાજ પાર્ટીએ મુખ્યમંત્રીને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.જોકે 3 મહિના વીતી ગયા હોવા છતા પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા બહુજન સમાજ પાર્ટીનાં આગેવાનોએ ધરણા પ્રદર્શન કર્યું હતુ.ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરવામાં આવેલ છે.ત્યારે જિલ્લામાં કેટલાક ગેરકાયદેસર ચાલી રહેલા ઇંટના ભઠ્ઠા ને કારણે પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે. તેમજ આ ઇંટના ભટ્ટાનાં કારણે પશુ પક્ષીઓને પણ નુકસાન થઈ રહ્યું છે.ત્યારે બંધારણ કલમ આધારે 51 (ક) દ્રારા પશુ, પક્ષી, વૃક્ષ,જીવ, જંતુની સુરક્ષા કરવાની પ્રસાશનની પણ જવાબદારી બને છે. ત્યારે આ ગેરકાયદેસર ચાલી રહેલા ઈટના ભઠ્ઠાઓને લઈને અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહીના પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે બહુજન સમાજ પાર્ટી એ ડાંગ જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર પાઠવ્યુ હતુ.આ આવેદનપત્ર પાઠવ્યા બાદ ઇંટના ભઠ્ઠા સંચાલકો સામે કાર્યવાહી થઈ છે કે નહિ તે માટે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ દ્વારા આહવા ઇન્ચાર્જ મામલતદારને આ અંગે પૂછવામાં આવ્યુ હતુ.પરંતુ ઇન્ચાર્જ મામલતદાર દ્વારા બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી.જેથી ઇન્ચાર્જ મામલતદારને લઈને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લાના એક થી બે હેક્ટર જેટલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે.અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા આ અંગે પૂરતું ધ્યાન આપીને કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે આખરે બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આમરણ ઉપવાસનાં બેનરો સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. અને ગેરકાયદેસર ચાલી રહેલા ઇટના ભઠ્ઠા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.જે ધરણાની જાણ ડાંગ વહીવટી તંત્રની ટિમને થતા તુરંત જ સ્થળ પર ધસી જઈ બી.એસ.પીનાં કાર્યકર્તાઓને ડિટેન કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી..





