જંબુસર તાલુકાના વેડચ મહાકાળી માતા મંદિર પાટણ માં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ ના પ્રયત્નથી બાંકો ગાસ્કેટ કંપનીના સહયોગથી નવયુગ વિદ્યાલયના 1200 જેટલાં ફુલ સ્ક્રેપ ચોપડા વિતરણ ઉપસ્થિતોના હસ્તે કરાયું હતું.
જંબુસર તાલુકાના વેડચ ગામે આવેલ નવયુગ વિદ્યાલય ની સ્થાપના 1971 માં કરવામાં આવી હતી. જે સફળતાના શિખરો સર કરી રહી છે, જેનું છેલ્લા ત્રણ વર્ષથી બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ સાથે સેન્ટરમાં પ્રથમ સ્થાન મેળવે છે. આ શાળામાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય,માતા-પિતા હયાત ન હોય તેવા બાળકો અભ્યાસ કરે છે. આ બાળકોના શિક્ષણનો વિચાર કરી જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ ના પ્રયત્નોથી બાંકો ગાસ્કેટ કંપનીના સહયોગથી શાળાના 1200 જેટલા ફુલસ્કેપ ચોપડા વિતરણ કરાયું.જે કાર્યક્રમમાં કંપની અધિકારી કલ્પેશભાઈ પટેલ,મનીષભાઈ દવે, કેયુરભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર,સમિતભભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત અને હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પ્રાસંગિક વક્તવ્ય બીપીનભાઈ મિસરીયા દ્વારા કરાયું હતું. શાળા વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયા નાટક રજૂ કરી આજના સમયમાં ટેકનોલોજી નો ઉપયોગ થઈ રહ્યો છે. મોબાઇલ સુવિધા માટે છે, જે આશીર્વાદની જગ્યાએ અભિશાપ ના થાય તે અંગે સમજ આપવામાં આવી. બાળકો માટે બાંકો કંપની દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા રૂપ ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે જે સરાહનીય બાબત છે. તથા શાળામાં ભૌતિક સુવિધાઓની જરૂર હોય છે તો તે પૂર્ણ કરવા બળવંતસિંહ પઢિયારે તત્પરતા દાખવી હતી.
કંપની અધિકારી કલ્પેશભાઈ પટેલ દ્વારા પ્રસંગિક વક્તવ્યમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી, ગ્રામ તથા શાળા વિકાસ માટે આગામી સમયમાં જરૂરિયાત હશે તેમાં સહભાગી થવા તત્પરતા દાખવી હતી. આ પ્રસંગે ગ્રામ અગ્રણીઓ નવીનભાઈ શાહ, પ્રતાપભાઈ, મેહુલભાઈ જોશી, બળવંતભાઈ સહિત વાલી મિત્રો વિદ્યાર્થી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





