હાલોલ-રામેશરા પાસેથી પસાર થતી નમર્દા કેનાલમાંથી સગીર પ્રેમી પખીડાઓનાં મૃતદેહો મળી આવ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૩.૨૦૨૪
હાલોલ તાલુકના રામેશરા ગામ પાસે આવેલી નર્મદા ની મુખ્ય કેનાલ માંથી યુવક યુવતી ના મૃતદેહો મળી આવતા બંને મૃતદેહોને પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. સગીર યુવક યુવતી બંને છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક ગામના હોવાની અને શનિવારે રાત્રે ઘરે થી ચાલ્યા ગયા હોવાની વિગતો મળવા પામી છે.પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક ગામના સગીર પ્રેમી પંખીડાઓ એ નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવી લેતા આજે બંને ના મૃતદેહો હાલોલ નજીક રામેશરા ગેટ પાસે થી મળી આવ્યા હતા,વાસુદેવ દિનેશભાઇ તડવી ને ગામની જ યુવતી એક સાથે પ્રેમ સબન્ધ હતો. બંને 16 મીએ શનિવારે રાત્રે ઘરે થી ચાલ્યા ગયા હતા. પરિવારજનોએ સંખેડા પોલીસ મથકે જાણ કરી બંને ની શોધખોળ કરતા રવિવારે યુવક ની મોટરસાયકલ, મોબાઈલ અને ચપ્પલ વિગેરે બોડેલી તરફ નર્મદા કેનાલ ઉપર થી મળી આવતા બંને એ કેનાલ માં પડ્યા હોવાનું અનુમાન લગાવ્યું હતું.યુવક અને યુવતી બંને ના પરિવારજનો અને ગામના યુવકો એ સતત ત્રણ દિવસ થી નર્મદા કેનાલ માં શોધખોળ કરી રહ્યા હતા.ત્યારે આજે તેઓને નહેર ના રામેશરા ગેટ પાસે બે મૃતદેહો મળી આવતા તે વાસુદેવ અને એક યુવતી હોવાની ખાતરી થતા બંને ના મૃતદેહો બહાર કાઢી પોલીસ ને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહો ને પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી.










