જૂનાગઢ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો નકારાત્મક પ્રચાર કરવા અધધધ 14 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો ?

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : લોકસભાની ચૂંટણી ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા છે.ત્યારે હવે બંને પક્ષોએ જોર સોર થી પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે.
તેવામાં જૂનાગઢ લોકસભા ભાજપના ઉમેદવારના જૂના વિડિયો ઓડિયો એડીટિંગ કરી રાજેશભાઈની છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે..
લોકસભાની ચુંટણીમાં ઉમેદવારો પોતાના કાર્યકર્તાઓને કામે લગાડ્યા હોય છે.પરંતુ રાજેશ ચુડાસમાની છબી ખરડાવવા એક એજન્સીને કરોડો રૂપિયા ચૂકવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.
ભાજપે જુનાગઢ ના વર્તમાન સાંસદ પર વિશ્વાસ મૂકી ત્રીજી વખત જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે વિપક્ષો રાજેશ ચુડાસમાને ડાઘ લગાવવાની તૈયારી માટે કરોડો ખર્ચા હોવાની વાત વાયુ વેગે પ્રસરી રહી છે.
રાજેશ ચુડાસમાના જૂના જૂના ઓડિયો-વિડીયો વાયરલ કરવા, વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર જ્ઞાતિ-જાતિમાં વૈમનસ્ય ઉભા કરાવવા, દૂધમાંથી પૂળા કાઢી રાજેશ ચુડાસમાની છબી ખરડાવવા રાજસ્થાનની ચૂંટણી એજન્સીને 14 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
એ.આઈ.ના માધ્યમથી કોઈના અવાજમાં વિવાદિત ઓડિયો બનાવી વાયરલ કરાવવા અને સોશ્યલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર માત્ર નકારાત્મકતા ફેલાવવામાં આવે તેમજ અંગત પારિવારીક જીવન પર ટીકા ટિપ્પણી કરાવવા સહિતનું ટેન્ડર આપવામાં આવ્યું છે. હવે વધુમાં વાત કરીએ તો આવા સંજોગોમાં આટલી મોટી રકમ જો ભાજપના ઉમેદવારને હરાવવામાં વપરાતી હોય તો વાપરનારએ કેવા કાવાદાવા વિચાર્યા હશે? પરંતુ આ બધા વચ્ચે હવે જ્ઞાતિ-જાતિઓ વચ્ચે વૈમનસ્ય ન થાય અને એડિટીંગ કરેલા ઓડિયો-વિડીયો થકી ચૂંટણીનું અને સમાજનું વાતાવરણ ન બગડે તે જોવું રહ્યું.





