AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા, વઘઇ અને સુબિર તાલુકાની આંગણવાડીઓમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મતદારોની ભાગીદારી વધે,અને ચૂંટણી પંચનો “No Voters to be left behind” નો હેતુ સિદ્ધ થાય, તેમજ લોકશાહીના પર્વમાં વધુને વધુ મહિલા મતદાતાઓ મતદાન કરે તે માટે, દરેક જિલ્લામાં મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

ત્યારે ડાંગ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે ગામની મહિલા મતદારોનું ૧૦૦% મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અભિયાન યોજાઇ રહ્યું છે.

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મહિલા મતદાતાઓને મતદાનના મહત્વ વિશે વિવિધ ફિલ્મનું નિદર્શન, મતદાન શપથ, મતદાનના દિવસે સાથે રાખવાના વિવિધ પુરાવા, મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધિત હોય છે, વગેરે વિષય પર માહિતી પૂરી પાડી જાગૃત કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા, મહિલા શિક્ષક, મહિલા તલાટી, સખી મંડળની આગેવાનીમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

લોકશાહીના આ મહાપર્વમાં મતદાન થકી મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે, આંગણવાડી બહેનો દ્વારા ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકાની દરેક આંગણવાડીઓમાં મહિલાઓને ભેગાં કરી રંગોળી કાર્યક્રમ, મતદાન જાગૃતિની પ્રતિજ્ઞા, વિગેરે કાર્યક્રમો કરી મહિલાઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

લોકશાહીના આ પર્વમાં વધુ મતદાન નોંધાય અને મહિલા મતદાતાઓ વધુ પ્રમાણમાં જાગૃત થાય માટે આ મતદાન જાગૃતિ અભિયાન આવકારદાયક પગલું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button