
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
દેશનાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે.જેમાં ચાર રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપા પાર્ટીએ ભગવો લેહરાવ્યો છે.ત્યારે રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં વ્યાપારી નગર વઘઈ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજય પટેલ અને ભાજપના કાર્યકર્તા દ્વારા વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી.જ્યારે આહવામાં પણ ભાજપાનાં કાર્યકરોએ વિજયોઉત્સવ મનાવ્યો હતો.દેશનાં રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાનું આજરોજ પરિણામ જાહેર થતા ભાજપનાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.હાલમાં ચાર રાજ્યો પૈકી ત્રણ રાજ્યોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીશગઢમાં ભાજપાએ બહુમત મેળવી છે અને પોતાની સરકાર બનાવશે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન,પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત,વઘઈ તાલુકા મંડળ પ્રમુખ પંકજભાઈ પટેલ,રોહિત સુરતી,સતીષભાઈ સૈદાણે તેમજ વેપારી મંડળ દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી,તેમજ વઘઈ મેઈન બજાર અને આહવા ભાજપા પાર્ટી કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.





