GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર વિધાનસભા 26 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સીજે ચાવડાએ ઉમેદવારીનું નામાંકન પત્ર ભરી જીત ની આશા વ્યક્ત કરી

વિજાપુર વિધાનસભા 26 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સીજે ચાવડાએ ઉમેદવારીનું નામાંકન પત્ર ભરી જીત ની આશા વ્યક્ત કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર વિધાનસભા 26 ની બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે ડો સીજે ચાવડાએ પોતાની ઉમેદવારી નું નામાંકન પત્ર ચૂંટણી અધિકારી મામલતદાર જે એસ પટેલ સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતુ. અને જીત અંગે પોતાની જીત માટે આશા વ્યક્ત કરી હતી. જેમાં ભાજપના અગ્રણી જનો પણ જોડાયા હતા. નામાંકન પત્ર ભર્યા બાદ સભા બોલાવી હતી જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ તેમજ શીટ ના પ્રભારી રમીલાબેન દેસાઈ તેમજ પૂર્વ ધારાસભ્ય પીઆઇ પટેલ, કાંતિભાઈ પટેલ,તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો એકે પટેલ,દુષ્યંત ભાઈ પટેલ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડો સીજે ચાવડા એ જણાવ્યું હતુંકે ભાજપના સર્વ મહાનુભાવો સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે જેમાં તમામ લોકો સહકાર આપી રહ્યા છે જીત માટે લોકસભા ના હરીભાઈ પટેલ સાથે જંગી મતો થી જીત થશે તેવી આશા વ્યક્ત કરી હતી.પાટીદાર સમાજના અગ્રણી જનો પણ સાથે છે તેમજ ક્ષત્રીય સમાજ નો પણ ટેકો છે દરેક સમાજના તરફથી સારો આવકાર મળી રહ્યો છે.જીત તરફ આગળ વધી રહ્યા છીએ તેમ જણાવ્યું હતુ ભાજપના કાર્યકરો માં પણ ભારે ઉત્સાહ જણાઈ આવ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button