ARAVALLIGUJARATMEGHRAJ

શ્રી પ્રકાશ કેળવણી મંડળ ઇસરી સંચાલિત શ્રી આદિવાસી કુમાર છાત્રાલય ઇસરી ખાતે બિરસા મુંડા ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

શ્રી પ્રકાશ કેળવણી મંડળ ઇસરી સંચાલિત શ્રી આદિવાસી કુમાર છાત્રાલય ઇસરી ખાતે બિરસા મુંડા ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

સમગ્ર ભારત ભરમાં 15 નવેમ્બર ના દિવસે બિરસા મુંડાની જન્મ જયંતી તરીકે ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસને જન જાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે 15 નવેમ્બર ના દિવસે બિરસા મુંડાના જન્મ જ્યંતિની ઉજવણી સમયે દિવાળીના તહેવારના દિવસો હોઈ આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની શૈક્ષણિક સંસ્થાઓમાં 8 તારીખે ગૌરવ દિવસની ઉજવણી ના ભાગ રૂપી કાર્યક્રમ યોજવા માટે જણાવેલ જે અંતર્ગત આજે પ્રકાશ કેળવણી મંડળ ઇસરી સંચાલિત શ્રી આદિવાસી કુમાર છાત્રાલય ઇસરી ખાતે બિરસા મુંડા ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં બિરસા મુંડા ની પ્રતિમા ને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ છાત્રાલયના વિધાર્થીઓ તેમજ ગૃહપતી અને શાળા આચાર્ય શ્રી તેમજ શિક્ષકશ્રીઓ દ્વારા બિરસા મુંડાની પ્રતિમા આગળ દીપ પ્રાગટ્ય કરી ને સુતરની આંટી પહેરાવી પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા

[wptube id="1252022"]
Back to top button